ઉત્તર સિક્કીમથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સિક્કીમનાં ઝેમામાં સેનાની બસ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક ઉંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સાંપડ્યા છે. તો ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા છે. દરમિયાન આ ઘટનાને પગલે બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાનાં જવાનો શહિદ થયા છે.
જયારે ઘટના સ્થળે ભીડ એકઠી થઈ ગઈ છે અને ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં શરૂ કરી દેવાયું છે. આ અકસ્માત ઉત્તર સિક્કિમનાં લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, સવારે સેનાનાં ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચટનથી થંગુ તરફ જઈ રહ્યા હતા. ગેમા જવાના રસ્તે વળાંક પર એક વાહનના ચાલકે અચાનક વાહન પર કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખીણમાં ખાબક્યું હતું.
માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી છે. કહેવાય છે કે ચાર ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 3 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં શહિદ થયા છે. ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પરિવારને દરેક શક્ય મદદ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500