Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : બે અલગ-અલગ જગ્યાથી જુગાર રમતા ૧૬ જુગારીઓ ઝડપાયા

  • July 28, 2024 

નડિયાદ શહેરમાં આવેલ વૈશાલી સિનેમા પાછળ વાઘેશ્વરી મંદિર પાસેથી અને મહેમદાવાદના છાપરા ગામમાંથી પોલીસે પત્તા પાનાનો જુગાર રમતા ૧૬ ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે.


નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વૈશાલી સિનેમા પાછળ આવેલ વાઘેશ્વરી મંદિર પાસેથી પોલીસે સાંજના પત્તા પાનાનો જુગાર રમતા રાકેશ ઉર્ફે મોન્ટુ શશીકાંન્ત પટેલ (રહે.નડિયાદ આસ્થા નગર, નાના કુંભનાથ રોડ) વિશ્વેશ ઉર્ફે મોન્ટુ લાલજી મોહન સુથાર (રહે.નડિયાદ અમરદીપ સોસાયટી, જુના ડુમરાલ રોડ) નરેશ ઉર્ફે લલ્લો કનુ મગન વાઘેલા (રહે.નડિયાદ કબીરપુરા વીકેવી રોડ) મોહન સોમા મારવાડી (રહે. નડિયાદ વાઘેશ્વરી મંદિર પાસે) ભાવેશ ઉર્ફે ભુરીયો અશોક પરમાર (રહે.નડિયાદ વિજય ભવાની સોસાયટી, જુના ડુમરાલ રોડ) ચિરાગ ઉર્ફે સંજય ગણપત યાદવ (રહે.નડિયાદ માઈ મંદિર પાસે) રાજુ બગદા મારવાડી (રહે.નડિયાદ રાજીવ નગર ટેલિફોન એક્સચેન્જ પાસે) હરીશ ઉર્ફે કિરણ જેઠા, રાજુ ઠાકોર, વિષ્ણુ ઉર્ફે કારીયો, ભગુ હિમંત સોઢાપરમાર, પ્રેમચંદ ઉર્ફે ચડ્ડો જેઠા ઠાકોર અને મુકેશ ભગુ હીમંત પરમાર ચારેય (રહે.નડિયાદ વાઘેશ્વરી મંદિર પાસે)ને રંગે હાથ ઝડપી પાડયા હતા.


પોલીસે દાવ પરના રૂપિયા ૨,૭૯૦ અને અંગતજડતીના રોકડા રૂપિયા ૨૭,૩૫૦ મળી કુલ રોકડા રૂપિયા ૩૦,૧૪૦ કબજે કર્યા હતા. નડિયાદ પશ્ચિમ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મહેમદાવાદ પોલીસે રાતના છાપરા ગામે ખોડીયાર માતા મંદિર પાસે આવેલ એક ઘર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બાબુ ઉદા ચૌહાણ બુધા ગબા ઝાલા શીવા ડાહ્યા ગોહેલ માધા મોહન સોઢા અને વિષ્ણુ શના સોઢા તમામ રહે છાપરાને રૂપિયા ૧૪૭૦ સાથે ઝડપી પાડયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application