Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના ચોક અને કતારગામ વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • August 12, 2024 

સુરતના ચોક-કતારગામ વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા 16 જુગારીઓને ચોકબજાર અને કતારગામ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 40,330 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોકબજાર પોલીસે ગતરાત્રે કતારગામ દરવાજા કુબેરનગર સોસાયટી વિભાગ 1 પ્લોટ નં.બી/80ના પાર્કીંગમાં રેઈડ કરી ત્યાં જુગાર રમતા આઠ રત્નકલાકાર રાજુભાઇ લક્ષ્મણભાઇ વસાણી, વિજયભાઇ બાબુભાઇ મકવાણા, મહેશભાઇ ધારશીભાઇ મેટાળ, ગોપાલ બચુભાઇ વસાણી, ભરતભાઇ દેવજીભાઇ શેખ, વિજયભાઇ માધુભાઇ ડેરવાળીયા, દિનેશભાઇ વિરસિંગભાઇ સોલંકી અને જયપાલ ગણપતભાઇ ખાટને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 12,700 કબ્જે કર્યા હતા.


કતારગામ પોલીસે ગતસાંજે ફુલપાડા બોરડી ફળિયા ઘર નં.2/40ના પાર્કીંગ પાસે જુગાર રમતા નિવૃત્ત રાજેશભાઇ વસંતભાઇ પટેલ, રમેશભાઇ કુરજીભાઇ પટેલ, મનહરલાલ દયાળજી પટેલ અને મશીન રીપેરીંગનું કામ કરતા રમેશભાઇ મોહનભાઇ સિહોરાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 13,130 કબજે કર્યા હતા. ત્યારબાદ કતારગામ પોલીસે સાંજે ગોટાલાવાડી રેલરાહત કોલોનીમાં મહાકાળી મંદિરની સામેની ગલીમાં જાહેરમાં જુગાર રમતા શ્રમજીવી સુરેશભાઇ પ્રેમજીભાઇ સોસા, નરેશભાઇ કાળુભાઇ પરમાર, રીક્ષા ડ્રાઈવર વિનોદભાઇ દુલાભાઇ ગોહિલ અને ફોટોગ્રાફર નિકુંજ નટુભાઇ પ્રજાપતિને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 14,500/- કબજે કરી તમામ જુગારીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application