Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા ૧૬ જુગારીઓ ઝડપાયા

  • August 19, 2024 

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામી ગયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે જુગારધામો શરૃ થઈ ગયા છે. સ્થાનિક પોલીસ દ્વારા રણાસણ, રાયસણ ગામ અને સેક્ટર ૧૩માં દરોડો પાડીને જુગાર રમતા ૧૬ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. ઇન્ફોસિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે રાયસણ ગામના હાથીપરા માંડવી ચોકમાં બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા રાયસણ હાથીપરાના રાકેશજી અમરતજી ઠાકોર, મનીષ વિનોદજી ઠાકોર, મહેશ અમૃતભાઈ મકવાણા, કાળાજી અમાજી ઠાકોર અને ઉમેદજી મફાજી ઠાકોરને ૯૧ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


બીજી બાજુ ડભોડા પોલીસ દ્વારા રણાસણ સર્કલ પાસે જુગાર રમતા અમદાવાદના ઓમપ્રકાશ ચૌહાણ, સાજન ત્રીભુવનનાથ વિશ્વકર્મા, શૈલેષ પ્રવીણભાઈ બારોટ, રાહુલ સંગ્રામભાઇ ભરવાડ અને નાના ચિલોડાના પંકજસિંહ વિક્રમસિંહ સિસોદિયાને ઝડપી લીધા હતા તો બીજી બાજુ સેક્ટર-૭ પોલીસ દ્વારા પણ સેક્ટર ૧૩ના છાપરા વિસ્તારમાં દરોડો પાડીને જુગાર રમતા સેક્ટર ૧૩ના નટુભાઈ ઉર્ફે નિલેશ અંબારામભાઈ, કિશન બુધાભાઈ બારૈયા, રોનક બુધાભાઈ બારૈયા, ભરત દેવાભાઈ કબીરા, લાલજીભાઈ અમરતભાઈ મકવાણા અને દીપકભાઈ નટવરભાઈ રાવળને જુગાર રમતા ઝડપીને ૧૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application