Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં જુગાર રમતા 16 પકડાયા, પોલીસે કુલ 41,050નો મુદ્દામાલ કબજે કર્યો

  • March 08, 2023 

ખોડિયા શોપિંગ સેન્ટરમાં પોલીસે કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગાર ધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને જુગાર રમતા 16 લોકોને પોલીસે રંગેહાથ ઝડપ્યા છે. મહત્ત્વની વાત એ છે કે જુગાર રમવા માટે જુગારીઓએ અવનવો તરીકો અપનાવ્યો હતો. જુગારીઓને એલઇડી ટીવી પર અલગ-અલગ યંત્રોના ફોટા બાતવવામાં આવતા હતા, જેને 1થી 10 ક્રમાંક આપી ડ્રો કરવામાં આવતો હતો અને ડ્રોમાં જે અંક આવે તે અંક પર જેને પૈસા લગાડ્યા હોય તેને 10 ગણા રૂપિયા રોકડા આપવામાં આવતા હતા. જો કે,હવે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


માહિતી મુજબ,બાતમીના આધારે પોલીસે ખાડિયા શોપિંગ સેન્ટરના ભોંયરામાં દરોડો પાડ્યો હતો, જ્યાં નિમેષ ચૌહાણ નામનો શખ્સ ભાડે દુકાન રાખી ટીવી પર યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો. આ દુકાનમાં એક એલઈડી ટીવી સ્ક્રીન પર અલગ-અલગ યંત્રોના ફોટા મૂકી તેને એકથી 10 સુધી ક્રમ આપી ડ્રો કરવામાં આવતો હતો. ડ્રોમાં જે અંક લાગે તેના પર પૈસા લગાડનારને 10 ગણા રૂપિયા રોકડા આપવામાં આવતા હતા, જ્યારે જેને આંક ન લાગે તે રકમ ગુમાવી દેતા હતા. દર પંદર મિનિટે આ ડ્રો કરવામાં આવતો હતો.


પોલીસે કુલ 41,050નો મુદ્દામાલ કબજે કર્યો


પોલીસે આ મામલે કાર્યવાહી કરી 16 લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે દુકાનમાંથી રોકડા રૂ. 8,150, રૂ. 25,950ના ઇલેક્ટ્રોનિક સાધનો સહિત કુલ 41,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં, નિમેશ ચૌહાણ સહીત,દર્શન મહેતા,નિલાંગ ભટ્ટ,રાજુ દરબાર,દર્શન રાણા,મુકેશ શર્મા,બીપીન ઠાકોર,હર્ષદભાઇ બારોટ,અલ્પેશ રાવળ,અતિત રાવલ,મેહુલ ચૌહાણ,ઉપેન્દ્ર નિર્મળ,પ્રકાશ સોલંકી,અંકિત પટેલ,મનીષ રાણા અને પ્રતિક રાણા સામેલ છે.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application