રાજ્યમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે એક દિવસમા લાંચના ચાર કેસો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.એસીબીએ કરેલી કાર્યવાહી મુજબ પાટણ બી-ડીવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ધીરજ દેસાઈની ધરપકડ કરાઇ છે.જેમાં આરોપીએ કેસમા મદદરૂપ થવા અને હેરાન નહિ કરવા 10 હજારની લાંચ માંગી જેમાં એએસઆઇ 6 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.સુરતમાં સરસગામના મહિલા સરપંચના પતિ બ્રિજેશ પટેલ 25 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.છોટા ઉદેદુપરના ઝોઝ આઉટ પોલીસ સ્ટેશનના એલઆરડી મનોજ પરમાર અને એએસઆઈ વનરાજસિંહ ગોહિલ દારૂ કેસમાં પકડેલા આરોપીનો મોબાઇલ પરત આપવા 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.દાહોદના કતવારા પોલીસ સ્ટેશનમા પીએસઆઈ આર.આર રબારી અને કોન્સ્ટેબલ હાર્દિક બારીયા 40 હજારની લાંચ કેસમા ઝડપાયા.તેઓએ લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓને માર નહીં મારવા બાબતે લાંચ માગી હતી.એસીબીએ એક જ દિવસમાં ચાર કેસો નોંધતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application