વલસાડ જિલ્લાનાં ચીવલ રોડ પર આવેલી ભાસ્કર ધૃતિ સ્કૂલની પાછળના ખુલ્લા મેદાનમાં હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો સ્કૂલ પાછળના મેદાનમાં ઝાડ નીચે જુગાર રમી રહ્યા છે.
આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળે રેઈડ કરતાં ચાર ઇસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં મોહિત શ્યામસુંદર ચૌધરી (રહે.જી.એન. બેકરી, બાલદા, મૂળ યુપી), મોહમ્મદ આરીફ કલામમુલ્લાં પઠાણ (રહે.જી.એન.બેકરી, મૂળ યુપી), તાજુદ્દીન અલાઉદ્દીન પઠાણ (રહે.જકાતનાકા પાસે) અને મેરાજખાન અલાઉદ્દીન ખાન પઠાણ (રહે.જકાતનાકા પાસે)નો સમાવેશ થાય છે. આરોપીઓની અંગઝડતી દરમિયાન પોલીસે રૂપિયા ૫,૩૫૦ રોકડા અને ચાર મોબાઈલ ફોન અને દાવ ઉપર મુકાયેલા મળી કુલ રૂપિયા ૨૫,૬૧૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500