Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જીલ્લામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે આધારરૂપ બની "પાલક માતા-પિતા યોજના"

  • September 18, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર-આહવા:અલ્પ આયુ ધરાવનાર આજના માનવીને ખબર નથી કે,આગામી ક્ષણમાં તેનું પોતાનું શુ થનાર છે.પરંતુ પોતાના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે તેઓ ઘણું બઘુ વિચારતાં હોય છે.ભલે પછી પોતે આ જીવનમાં કંઈક મેળવી શકયા ન હોય,પણ દરેક માં-બાપ પોતાના બાળકનું સર્વ શ્રેષ્ઠ હિતને ધ્યાને લઇ સારી અને શ્રેષ્ઠ બાબતો આપવાનો પ્રયત્ન તો કરતાં જ હોય છે. પરંતુ અચાનક કોઇક એવી દુઃખદ ઘટના કે અણબનાવ બને અને બાળકો ક્ષણવારમાં પોતાના હિતેચ્છુક માતા-પિતાને ગુમાવી દે છે.એક ક્ષણમાં હતુ ન હતું થઇ જાય છે.તો શું એવા બાળકોને જીવન જીવવાનો, શિક્ષણ મેળવવાનો કે,પછી વિકાસ પામવાનો કોઇ અધિકાર નથી ? હા.....એવા નિરાધાર બનેલાં બાળકોને તેમનાં અધિકારો મેળવી આપવા તથા જીવન જરૂરીયાતની પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે સરકારશ્રી ધ્વારા રાજયમાં સમાજ સુરક્ષા ખાતા ધ્વારા અમલી બનેલ " પાલક માતા-પિતા યોજના " આધારરૂપ નિવડી છે.તો આ " પાલક માતા-પિતા યોજના " બાળકો માટે કેવી રીતે  આધારરૂપ બની તેની એક ઝાંખી રજુ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાનાં આહવા ગામના,આબાંપાડા વિસ્તારમાં રહેતી બાળકી નામે સારિકાબેન કૈલાસભાઇ વારડે ઉ.વ.૦૮ જેમના પિતા નામે કૈલાસભાઇ છગનભાઇ વારડેનું અકાળે માંદગી બાદ દુઃખદ અવસાન થયેલ ત્યાર બાદ માતા સુમનબેન કે.વારડે જેમનું પણ લાંબી માંદગી દરમ્યાન તા.૨૫/૦૫/૨૦૧૪ ના રોજ અવસાન થયેલ જેથી,પ્રથમ પિતા અને ત્યાર બાદ માતાની છત્રછાયા અને તેમનો પ્રેમ ગુમાવેલ તેવા સમયે તેમને માતા-પિતાનો પ્રેમ તથા હુંફ આપવા બાળકીના મામા નામે સુરેશભાઇ મનસુભાઇ માહલે ઉ.વ.૪૫ એ સદર બાળકીની જવાબદારી પોતાના શીરે ઉપાડી લઇ તેમનું પાલન પોષણ કરવા લાગ્યા પરંતુ સુરેશભાઇ પોતે પણ એક મજુરવર્ગમાંથી આવે છે અને મજુરી કરીને પોતાના પરીવાર તેમજ અલગ ગુજરાન ચલાવી રહયા હતા આવા કટોકટીના સમયમાં વધુ એક બાળકીનું ભારણ તેમના શીરે આવી પડયું.માતા-પિતાનો ચિરાયુ વિયોગ તથા દુઃખ માંથી પસાર થઇ રહેલ બાળકીને તેના ભાવિ ઘડતર કરવા એક બીડુ ઝડપી લીધું.આવા સમયમાં સરકારશ્રીની " પાલક માતા-પિતા યોજના " તેમને ન કેવળ ટેકોરૂપ પણ આશીર્વાદરૂપ બની છે.સુરેશભાઇ મનસુભાઇ માહલેને ડાંગ જિલ્લા ખાતે અમલીકૃત એવી " પાલક માતા-પિતા યોજના "ની જાણ થતાં તેઓએ ડાંગ જિલ્લામાં આવેલ "જિલ્લા બાળ સુરક્ષા એકમ,ડાંગ-આહવા "ની કચેરી ખાતે સંપર્ક કરેલ. જયાં સંબંધિત કર્મચારીઓ ધ્વારા સરકારશ્રી ધ્વારા ચાલતી "પાલક માતા-પિતા યોજના " ની સંપૂર્ણ માહિતગાર કરેલ.જેના ફળ સ્વરૂપે બાળકીના પાલક પિતાએ અરજીપત્રક સાથે જરૂરી સાધનિક પુરાવાઓ રજુ કરેલ.સદર યોજનાના માપદંડ અંતર્ગત બાળકના માતા-પિતાનો મરણનો દાખલો, અથવા તો માતાએ પુનઃલગ્ન કરેલ હોય તો તેનું સોગંદનામું, તલાટી કમ-મંત્રીશ્રીનો દાખલો, પાલક માતા-પિતા (અરજદાર)નો આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂા.૨૭૦૦૦/- કરતાં વધુનો આવકનો દાખલો, બાળક સાથે સંયુકત ફોટો તથા બાળકના શાળાનો બોનોફાઇઇડ તથા આધારકાર્ડ રજુ કરવાનો થાય છે.જે રજુ કરેલ હતાં જે યોજના અંતર્ગત બાળકને ૧૮ વર્ષ સુધી અથવા અભ્યાસ કરે ત્યાં સુધી દર માસે રૂા.૩૦૦૦/-ની સહાય સીધી D B T ધ્વારા બેંક ખાતામાં જમાં કરવામાં આવે છે. સદર યોજનાનો મુખ્ય  ઉદેશ્ય પાલક માતા કે,પિતા પર પોતાના બાળકોના ઉછેર સાથે બાળકનો વધુ બોજો ન આવે સાથે બાળકની પ્રાથમિક જરૂરીયાતો જેવી કે,તેનું ભરણપોષણ અને શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળીને સાથે સાથે ભવિષ્ય માટે બચત પણ કરે છે.બાળકીના પાલક પિતા સુરેશભાઇ એમ.માહલે જેઓ મજુરી કરીને છેલ્લા કેટલાંક વર્ષથી સદર બાળકીને પિતા તરીકેનો પ્રેમ અને હુંફ આપી પાલન પોષણ કરતાં આવેલ જેમાં તેમને બાળકી પાછળ થતા ખર્ચને પહોંચી વળવા તથા વધુ સારી રીતે સાર-સંભાળ લેવા આ સુંદર યોજના તેમનાં અને બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application