Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે બૃહદ વૃક્ષારોપાણ અભિયાન અને કિસાન ગોષ્ઠિ યોજાઇ

  • September 18, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર-આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા.૧૭/૦૯/૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ બંગાળ,મામલતદાર સી.એ.વસાવા,તાલુકા વિકાસ અધિકારી એમ.ડી.વણકર,કૃષિ મહાવિઘાલય વઘઈના આચાર્ય ર્ડા.જે.જે.પસ્તાગિયા,કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ર્ડા.જી.જી.ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડૂતમિત્રો સાથે બૃહદ વૃક્ષારોપાણ અભિયાન અને કિસાન ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મામલતદાર સી.એ.વસાવાએ ડાંગ જિલ્લામાં વધુ વૃક્ષો હોવાથી ૧૩૦ ઈંચથી પણ વધુ વરસાદ વિશે માહિતી આપીને અન્ય જિલ્લાના ખેડૂતોને વધુ વૃક્ષોનું રોપાણ કરવા હાકલ કરી હતી.તાલુકા વિકાસ અધિકારી વણકરે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું.જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ બંગાળે સરકારના વન વિભાગની યોજનાઓનો લાભ લઇ વધુમાં વધુ વૃક્ષારોપાણ કરવા દરેક ગ્રામપંચાયતોને અનુરોધ કર્યો હતો.તેમજ દરેક ખેડૂતોને વધુ સંખ્યામાં જોડવા અપીલ કરી હતી.ર્ડા.જે.જે. પસ્તાગિયાએ ખેડૂતલક્ષી મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે,જમીનની ફળદ્રુપતા કેમ ગુમાવી રહયા છે.વધુમાં સૌ ખેડૂતોને સજીવ ખેતી વિશે માહિતગાર કરી જીવામૃત કઇ રીતે બનાવવુ અને વધુમાં વધુ શેઢાપાળા ઉપર વૃક્ષો વાવીને આર્થિક લાભ કેવી રીતે લઇ શકાય તે સમજાવ્યું હતું.બિપીનભાઈ વહુનિયા(પાકસંરક્ષણ) એ બૃહદ વૃક્ષારોપાણ અભિયાન અંતર્ગત વિવિધ આર્થિક પોષણ આપતા વૃક્ષો જેવા કે સાગ,ચંદન,મલેશિયન લીમડો,અરડુસો,નીલગીરી વગેરે વૃક્ષોના વાવેતર કરવા જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને ટેકનોલોજી દ્વારા ખેતી કઇ રીતે કરવી તે અંગે માહિતગાર કર્યા હતા. તથા ખેડૂતોને વર્મીકંપોષ્ટ વિશે જાણકારી આપી મોબાઈલ દ્વારા ખેડૂતલક્ષી માહિતી મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ અને નવસારી કૃષિ યુનિવર્સીટીની એપ્લીકેશન વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application