Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ઢોરોના લીધે 3 વર્ષમાં 158 મોત થયા

  • August 19, 2022 

અમદાવાદ શહેરમાં ઉપરાંત ગુજરાતભરમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય થઈ રહ્યો છે.જે ત્રાસને લીધે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને ઢોર પર નિયંત્રણ લાવવા અંગે વારંવાર અરજીઓ પણ કરી છે. પણ તંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવતી. હાલ જ્યારે લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે રખડતા ઢોર એક ગંભીર સમસ્યા બની રહી છે. રખડતા ઢોર રસ્તાઓ રોકીને આરામ ફરમાવતા જોવા મળે છે. જેના લીધે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં ઢોરના અડફેટમાં આવવાને લીધે 158 વ્યક્તિના મોત નીપજ્યા છે. ઢોરો પર નિયંત્રણ લાવવા માટે કેબિનેટમાં પણ રજૂઆતો કરવામાં આવી છે.




પૂર્વ નાયબ મુખ્યમંત્રીને અડફેટે લીધા બાદ પોલીસ તપાસ પણ શરૂ

થોડા દિવસ અગાઉ મહેસાણાના કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, ત્યારે સ્થાનિક DYSP દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ ઢોર નિયંત્રણ અંગે કેવા પ્રકારની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી એ અંગે પણ સ્થાનિક પોલીસ અધિકારને ખુલાસો આપવા કહી દેવામાં આવ્યું છે.



સોસાયટીઓમાં રખડતા ઢોરોનું કોઈ નિવારણ નથી

ઢોર બેફામ બનીને સોસાયટીઓમાં ઘુસી જાય છે અને જેના લીધે ગંદકીનું પ્રમાણ પણ વધે છે. ઢોરોના વધતા ત્રાસની સમસ્યાના નિવારણની વાત કરવા અમે જ્યારે મેયરને મળવા ગયા ત્યારે તેમણે જવાબ આપ્યો કે, આ સમસ્યાનું અમે કોઈ નિવારણ નથી લાવી શકવાના.

ઢોરોના ત્રાસ વચ્ચે રાહદારીઓ જોખમાઈ રહ્યાં છે


લમ્પી વાયરસના ભયમાં તંત્રની બેદરકારી છતી થઈ છે. લમ્પી વાયરસને લીધે તંત્રના અધિકારીઓ પણ હવે ઢોરને દૂર કરવામાં ભય અનુભવી રહ્યાં છે. ઢોરના ત્રાસ વચ્ચે રાહદારીઓ જોખમાઈ રહ્યાં છે. ઘણી વખત પૂરપાટ ઝડપે આવતા રાહદારીઓની સામે ઢોર આવી જતા અકસ્માત પણ સર્જાઈ જતા હોય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application