વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ-આહવા:ડાંગ જિલ્લા માં માત્ર એક જ પીયુસી (PUC) સેન્ટર ઉપલબ્ધ હોવાથી વાહનચાલકો ની લાંબી કતાર લાગતા લોકો ને ભારે હલાકી વેઠવાનો વારો આવી રહયો છે.મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર નો નવો મોટર વ્હિકલ એક્ટનો નિયમ 16મી સપ્ટેમ્બર થી ગુજરાતમાં લાગુ પડતા સરકારી અધિકારીઓને ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા માટે ગુજરાત સરકારે કડક આદેશ આપ્યો છે.જેને પગલે ડાંગ માં પણ હાલ ટ્રાફિક નિયમોનો આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે અમલી કરણ થઈ રહ્યો છે જેને લઈ ડાંગ જિલ્લામાં પણ વાહન ચાલકો વીમો,HSRP નંબર પ્લેટ અને પીયુસી (PUC) કઢાવવા માટે દોટ મુકી રહયા છે.જેમાં વઘઇ ખાતે કાર્યરત આરટીઓ કચેરી ખાતે HSRP નંબર પ્લેટ લગાડવા ની વ્યવસ્થા તો ઉભી કરવા માં આવી છે પણ પ્રદુષણ નિયંત્રણ માટે ના પીયુસી સર્ટીફીકેટ મેળવા માટે સમગ્ર ડાંગ જિલ્લામાં માત્ર વઘઇ ખાતે જ એક પીયુસી સેન્ટરની વ્યવસ્થા હોવાથી ડાંગ જિલ્લાના પુર્વ પટ્ટી વિસ્તાર એવા આહવા સુબીર તાલુકાના વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહયો છે જેને લઇ વઘઇ ખાતે આવેલ પીયુસી સેન્ટર પર લાંબી કતારો લાગી જતા દ્રી ચક્રીય વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વળી આ પરિસ્થિતિ થી કંટાળેલા સ્થાનિક વાહન માલિકોએ સરકાર ના કડક ટ્રાફિક નિયમો ના ડર થી પીયુસી સર્ટિફિકેટ મેળવા માટે વાંસદા સોનગઢ વ્યારા સહિત અન્ય જીલ્લા માં જઇને મોધો દાટ ખર્ચ કરી પીયુસી સર્ટિફિકેટ મેળવવા ની નોબત ઉભી થવા પામી છે જેને લઇ ડાંગ ના આદિવાસી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહયો વળી ડાંગ ના દુર દુર થી વઘઇ ખાતે પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે આવતા લોકો તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહયા છે જો જવાબદાર તંત્ર આ બાબતે ધ્યાન દોરી ને તાલુકા મથક વઘઇ આહવા અને સુબીર ખાતે સરકાર માન્ય પીયુસી સેન્ટરો ઉપલબ્ધ કરાવી ને લોકો પડતી મુશ્કેલી દુર કરે એવી સ્થાનિક વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application