મુંબઇ-દિલ્હી કોરીડોર અંતર્ગત બંધાનારા મુંબઇ-વડોદરા એક્સપ્રેસ-વે માટે અંબરનાથ-બદલાપુર સેક્શનમાં 1576 વૃક્ષો કપાશે. આમાંથી 608 ઝાડ સંપૂર્ણ રીતે કાપી નાંખવામાં આવશે, જ્યારે 968 વૃક્ષને કાપવામાં આવ્યા બાદ બીજી જગ્યાએ રોપવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટીએ વૃક્ષ કાપવા બાબત આપેલા પ્રસ્તાવને ટ્રી ઓથોરિટી કમિટિએ મંજૂરી આપી છે. અંબરનાથ અને કૂળગામ નગરપરિષદ પાસેથી જમીન મેળવી તેની ઉપર વૃક્ષારોપણ કરવાની ટ્રી ઓથોરિટીએ હાઇવે ઓથોરિટીને તાકીદ કરી છે. દરમિયાન કેન્દ્ર સરકારનાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાણે મહાપાલિકા ક્ષેત્રમાં 177 વૃક્ષ કાપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application