Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આયુષ્‍માન ભારત પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ધરમપુર ખાતે રેલી યોજાઇ

  • September 15, 2019 

સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-વલસાડ,પારડી:આયુષ્‍યમાન ભારત-હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરને એક વર્ષ પૂર્ણ થતું હોવાથી તેમજ આયુષ્‍યમાન ભારત પખવાડિયું ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા હેલ્‍થ કચેરી ખાતેથી પ્‍લે-કાર્ડ,બેનર તેમજ માઇક પ્રચાર સાથે ઉક્‍ત યોજનાની જનજાગૃતિ અર્થે યોજાયેલી રેલીને તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ.નયન પટેલે લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.આ રેલી ધરમપુર નગરના મુખ્‍ય રસ્‍તાઓ ઉપર ફરી આયુષ્‍યમાન ભારત અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.આ રેલીમાં નાની ઢોલડુંગરી,કાકડકુવા,સિદુંબર અને ભેંસધરાના આરોગ્‍યકર્મીઓ અને આશાવર્કરોએ ભાગ લીધો હતો અને રેલીમાં હમ સબકા એક હી નારા,આયુષ્‍યમાન ભારત હમારા તેમજ હમ સબકો બચાયેંગે,ભારત કો આયુષ્‍યમાન બનાયેંગેના સૂત્રોચ્‍ચાર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application