Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત ખાતે ૨૪ રાજ્યના ૧૨૨ શહીદોના પરિવારોને ચેક અર્પણ કરાયાઃશહિદો અમર રહોના નારાઓ સાથે ઈન્ડોર સ્ટેડિયમ ગુંજી ઉઠયું

  • September 15, 2019 

તાપીમિત્ર ન્યુઝ-સૂરતઃમા ભોમની રક્ષાકાજે શહીદ થયેલા ૧૨૨ નરબંકા શહીદવીરોના પરિવારોને સન્માન સાથે પ્રત્યેક પરિવારને ૨.૫૦ લાખની ધનરાશિના અર્પણ સાથે ‘‘શહિદોને સલામ’’ સમારોહ સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે  રાજયપાલ શ્રી આચાર્ય દેવ વ્રત,ભારત સરકારના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહના હસ્તે પરિવારોને ધનરાશીના ચેક અર્પણ કરાયા હતા.આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે,ભારત દેશ વીર શહીદોની ધરતી છે.રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રાખનારી ભુમિ રહી છે.ભારત દેશની એકતા-અખંડિતતા પર સમય-સમય પર શહિદવીરોએ બલિદાનો આપ્યા છે.ધરતી મારી માતા છે હું તેનો ધર્મપુત્ર છું તેવો વેદોમાં પણ ઉલ્લેખ છે.તેવી આ ભૂમિ પર શહિદવીરોના પરિવારજનોને સન્માન કરનારાઓના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ વેળાએ કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે,ભારત દેશમાં ભામાશાઓની ખોટ નથી. માતૃભૂમિની રક્ષા માટે રાણા પ્રતાપને જરૂર હતી ત્યારે ભામાશાઓએ પોતાના ખજાના ખોલ્યા હતા.તેવી જ રીતે મારૂતિ ટ્રસ્ટે પણ શહિદ પરિવારોને સહાય આપીને સાચા અર્થમાં કૃતજ્ઞતા વ્યકત કરી છે.દુનિયાની કોઈ તાકાત નથી કે,ભારતની સામે કોઈ ઉચી આંખ કરીને જોઈ શકે. પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રસંધમાં માનવધિકારોનો મુદ્દો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુમરાહ કરવાની કોશિશ કરી રહયું છે પણ તેની કોઈ કારી ફાવશે નહી ભારતમાં લધુમતિઓ અસુરક્ષિત હોવાની વાતો કરતા પાકિસ્તાન શીખ,બલુચિઓ પર અત્યાચારો કરીને માનવઅધિકારોનું હનન કરી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.જો પાકિસ્તાન આતંકવાદને ખત્મ નહી કરે તો તેના ટુકડે ટુકડા થતા કોઈ રોકી શકશે નહી.વધુમાં મંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, જયાં સુધી પાકિસ્તાન આંતકવાદને નાબૂદ નહી કરે ત્યાં સુધી વાતચિતને કોઈ અવકાશ નથી.વાતચિત થશે તો માત્ર પીઓકે પર થશે.આ વેળા કેન્દ્રીય ફર્ટીલાઈઝર વિભાગના મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાને જણાવ્યું હતું કે,દેશ માટે બલિદાન આપનારા શહિદોના પરિવારજનોને મદદરૂપ થવાના આશયથી સન્માન કરીને ટ્રસ્ટે સાચા અર્થમાં ઋુણ અદા કર્યું છે.યુગો યુગોથી આપણી પરંપરા,સંસ્કૃતિ રહી છે કે,ગામની રક્ષા કરનારા શહિદોના પાળીયાઓ પુજાય છે.આર્યાવર્તની પરંપરા પ્રમાણે દેશ માટે શહીદ થનારા પરિવારો પ્રત્યે દાયિત્વ અદા કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application