Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઉભા પાકને નુકશાની થવાની ભીંતી:ખેડૂતો મુજવણમાં મુકાયા 

  • September 14, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ-આહવા:ડાંગ જિલ્લા માં વરસાદે સંપૂર્ણ વિરામ લીધા બાદ હાલ પાંચ દિવસ થી ભાદરીયા વરસાદે મહેરબાન બની ફરી દસ્તક દેતા ડાંગ ની લોકમાતાઓ ફરી ગાંડી તુર બની બન્ને કાઠે વહેવા માંડતા નદીઓમાં ફરી પુરની સ્થિતિ સર્જાઇ છે જયારે હાલ વરસી રહેલા ધોધ વરસાદને પગલે માત્ર ચોમાસુ ખેતી પર નભતા આદિવાસી ખેડુતો ડાંગર નાગલી,વરાઇ,અડળદ,તુવર જેવાં ઉભા પાકોને નુકશાન થવાની ભીતી સેવી રહયા છે વળી ડાંગર,નાગલી,વરાઇ જેવા પાકો  તૈયાર થવાના  દિવસો  નજીક આવી ગયા છે  તેના માટે ભાદરવા મહીનામાં ખેતી પાક ને પકાવવા માટે સુર્યનારાયણના તાપ ની તાતી જરૂર હોય છે તેમ છતા પણ ભાદરવા માસમાં વરસાદ ના વિરામ ના દિવસો હોવા છતા પણ  તાપ ની જગ્યાએ ધોધમાર વરસાદે ને પગલે મબલક પાકની આશા રાખી બેઠેલા ખેડુતો  ડાંગર નાગલી,વરાઇ,અડદનો પાક થશે કે કેમ ?? એવો ભય પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે,ડાંગ ના આદિવાસી  ખેડુતો ભાદરિયા વરસાદને લઇ કભી ખુશી કભી ગમ ની અનુભુતી કરી રહયા છે. High light-ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓ પૈકી વઘઇ તાલુકામાં આજ સુધીમાં સીઝનનો કુલ વરસાદ  3385 મી.મી.135 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી ઓછો આહવા તાલુકાનો  2062;મીમી ઇંચ 82 ઇંચ વરસાદ હોવાનું જાણવા મળ્યું છે.જયારે સુબીર તાલુકામાં 2188 મીમી ઇંચ 87 ઇંચ ગીરીમથક સાપુતારા 2230 મીમી 89 ઇંચ નોંધાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application