શૈલીબેન એસ.ગોડાદરિયા દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ વિસ્તારમાં આવેલ એક ચર્ચના પગથીયા ઉપર માત્ર ૩ થી ૫ દિવસનું નવજાત બાળક મળી આવતા અરેરાટી મચી જવા પામી હતી. માતા દ્વારા ત્યજી દેવાયેલુ હાલતમાં માસુમ બાળક મળી આવતા સમગ્ર પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.કળીયુગના કોઈ માતા-પિતાએ પોતાના દીકરાને આ રીતે તરછોડી મુકતા આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે પોલીસને જાણ તથા પોલીસે બાળકનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે લાવી તેની સારવાર કરવામાં આવી હતી.બાળક સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ તા.૨૮મી એપ્રિલ નારોજ,વાલોડના અંબાચ ગામમાં આવેલ વિશ્વવાણી ચર્ચના પગથીયા ઉપર રાત્રે ૮:૦૦ કલાકના અરસામાં આશરે ૩ થી ૫ દિવસનું નવજાત શિશુ(બાળક) છોકરાને તેની માતાએ અરક્ષિત હાલતમાં ત્યજી ગઈ હોવાની ફરિયાદ વિશ્વવાણી ચર્ચના પાસ્ટર નવીનભાઈ છોટુભાઈ ગામીતે પોલીસને કરી હતી.ચર્ચના પાસ્ટરની ફરિયાદને આધારે વાલોડ પોલીસે ઈપીકો ૩૧૭ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.જો કે,બાળકને કોણ મૂકી ગયું અને કેમ ?? એ તો તપાસનો વિષય બન્યો છે.પરંતુ માત્ર ૩ થી ૫ દિવસના માસૂમ બાળકને ત્યજી દેવાની ઘટનાથી હ્રદય કંપી ઉઠે છે.પોલીસે બાળકની માતાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.આગળની વધુ તપાસ વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.ખાંટ કરી રહ્યા છે.
high light-સોશીયલ મીડિયામાં બાળકના ફોટા ફરતા થયા.
વિશ્વવાણી ચર્ચનાં પગથિયાં ઉપર મળી આવેલા બાળકની જાણ કેટલાક લોકોને થતા લોકોએ સોશીયલ મીડિયા પર બાળકના ફોટા ફરતા કર્યા હતા અને અંબાચના આજુબાજુના લોકોને જલ્દી સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application