Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના કેરોસીનના ભાવો નિયત કરાયા

  • September 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારાઃરાજ્ય સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા તા.૧૬/૮/ર૦૧૯થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના (P.D.S.) કેરોસીન બાબતે, વિવિધ સપ્લાય પોઇન્ટના Ex-Mi Rates માં થયેલ ફેરફાર મુજબ,હજીરા પોઇન્ટથી કેરોસીન ડેપો બેઠાનો નવો ભાવ,રૂ.ર૯,૧૩૨.૦૮ જાહેર કરેલ છે.જેથી કેરોસીન ડેપો બેઠાના ભાવ તથા છુટ કેરોસીન વિતરણના ભાવ ફરીથી નિયત કરવાના થાય છે.જે મુજબ તાપી કલેક્ટરશ્રી દ્વારા એક જાહેરનામુ જારી કરીને ધી કેરોસીન રીસ્ટ્રીકશન ઓન ન્યુઝ એન્ડ ડીકસેશન ઓફ સેલીંગ પ્રાઇસ ઓર્ડર-૧૯૯૩ની કલમ-ર(ક)(૧) હેઠળ,જિલ્લાના જુદા જુદા તાલુકાઓ માટેના ઘર વપરાશના હેતુ માટેના, રાહતદરના ભુરા કેરોસીનના ભાવો નિયત કરાયા છે.જે મુજબ જિલ્લાના વાલોડ, ડોલવણ,વ્યારા,સોનગઢ, ઉચ્છલ,નિઝર અને કુકરમુંડા તાલુકાઓ માટે ડીલરના ડેપો બેઠાના ભાવ ૧ લીટરના રૂ.૩ર.૪પ તથા છુટક વિતરણનો ભાવ ૧ લીટરના રૂ.૩૩.૮૭ નિયત કરવામાં આવ્યા છે. આ નવા ભાવો તા.૧૬/૮/ર૦૧૯થી અમલમાં હોઇ, આ અગાઉ નક્કી થયેલા ભાવો અંગે જે કોઇ કેસો બન્યા હશે, તેને આ જાહેરનામાથી કોઇ અસર નહીં થાય.ઉક્ત નવા નક્કી થયેલા ભાવો કરતા વધુ ભાવ લેવામાં આવશે,તો તે કસુરવાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે,એમ પણ આ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application