મહારાષ્ટ્રમાં 13 જિલ્લામાં ઓછા વરસાદને લીધે દુકાળના ભણકારા વાંગી રહ્યાં છે એ વિસ્તારમાં આ વર્ષે 31મી જુલાઇ સુધીમાં 1555 ખેડૂતોએ આત્મહત્યા કરી છે એવો દાવો વિધાનસભાના વિપક્ષી નેતા વિજ્ય વડેટ્ટીવારે કર્યો હતો. આટલી વિકટ પરિસ્થિતિથી વર્તમાન સરકાર વાકેફ છે કે નહીં? એવો સવાલ કરતા વડેટ્ટીવારે કહ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનામાં 13 જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડયો છે. આને પગલે સર્જાયેલી અછતની સ્થિતિને કારમે ફફડી ઉટેલા ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે.
આટલી ગંભીર સ્થિતિ તરફ એકનાથ શિંદે સરકારની લાપરવાહીને લીધે કિસાનોની આત્મહત્યાના કિસ્સા વધવા માંડયા છે. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, આ વર્ષના પહેલાં સાત મહિનામાં સૌથી વદુ 637 ખેડૂતોએ અમરાવતી ડિવિઝનમાં આત્મહત્યા કરી હતી. આમાં અમરાવતીમાં 183, બુલઢામાંમાં 173, યવતમાળમાં 148, અકોલામાં 94 અને વાશીમમમાં 38 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. ઔરંગાબાદ ડિવિઝનમાં 584 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. નાશિક ડિવિઝનમાં 174, નાગપુરમાં 144, પુણે ડિવિઝનમાં 16 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. કોકણ ડિવિઝનમાં ખેડૂતની આત્મહત્યાનો એક પણ કિસ્સો નોંધાયો નહોતો. 13 જિલ્લામાં દુકાળના એંધાણ વર્તાઇ રહ્યાં છે અને રોજેરોજ ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યાં છે ત્યારે એક જ સવાલ થાય છે કે સરકાર ક્યારે દુકાળની સ્થિતિ જાહેર કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500