કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આયોજિત ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા હતા. અમિત શાહ 45 ફૂટ ઉંચી પ્રતિમા છે તેને પુષ્પાંજલી કરશે અને ત્યાર બાદ તેઓ પરીસરને નિહાળશે. આધ્યાત્મિક માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. સંતો સાથે તેમને આ શતાબ્દી મહોત્સવની નગરીને નિહાળી હતી. એક વર્ષની મહામહેનત કરીને આ નગર ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ગઈકાલે જ પરંપરાગત રીતે આ મહોત્સવનો પ્રારંભ પીએમ મોદીના હસ્તે કરાયો હતો જે એક મહિના સુધી ચાલશે આ દરમિયાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઈ સહીતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો ઓંગણજ ખાતે ચાલી રહ્યો છે. જ્યાં એસપી રિંગ રોડની બાજુમાં 600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. સમાજન ઘડતરની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો પણ સંદેશો પણ અહબીં આપવામાં આવ્યો છે. વિશેષ રીતે 180 ફૂટ પહોળો મોટો મંચ તૈયાર કરાયો છે. આમ અનોખું આયોજન આજે કરવામાં આવ્યું છે. સમગ્ર ભાવી ભક્તો માટે આ નગર ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ વિશેષ આકર્ષણોને નિહાળશે અમિત શાહ
17 એકરમાં બાળનગરી બનાવવામાં આવી છે.ભજન કુટીર બનાવવામાં આવ છે.ગ્લો ગાર્ડન 30 એકરમાં બનાવવામાં આવ્યો છે.ગાર્જનમાં 200 પ્રકારના 11 લાખથી વધુ ફૂલછોડ છે.25 હજાર વ્યક્તિની ક્ષમતા સાથેનો લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રકારના પ્રદર્શનો અને કાર્યક્રમ નિહાળી શકાશે
કલ્ચર ગેટ્સ,પ્રમુખ સ્વામી મહારાજ મહામૂર્તિ,દિલ્હી અક્ષરધામની રેપ્લિકા, સોવેનિયર શોપ,એક્ઝિબિશન પેવેલિયન,કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ,પ્રેમવતી ફૂટ કોર્ટ,સહજાનંદ જ્યોતિ ઉદ્યાન,ચિલ્ડ્રન એડવેન્ચર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500