વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ડાંગની ચારેય નદીઓના વહેણ તેજ બન્યાં હતા.ડાંગ જિલ્લાના ભવાનદગડ ગામે પણ નદીમાં ધોડાપુર આવ્યું હતું ત્યારે આ ગામનાં બે બાળકો નદીમાં નાહવા પડ્યાં હતાં,અચાનક નદીના વહેણ તેજ બનતાં ગામનાં બે બાળકો પુરમાં ફસાઇ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પુરના વહેણ તેજ બનતાં બન્ને બાળકોએ નદીમાં આવેલ નાના ઝાડનો સહારો લઇ પુરથી બચવા ની કોશિશ કરી હતી આ આદિવાસી બાળકોએ સુજબુઝ વાપરીને પુરના વહેણ તેજ હોવા છતાં પાણીમાં છલાંગ લગાવી હતી અને તરતા તરતા આ બે બાળકો ભારે પુરમાં પણ નદી કાંઠે આવી પહોંચ્યા હતા અને તરત જ નદી કાંઠે હાજર લોકોએ તેમને પકડી લીધાં હતાં અને બાળકોનો બચાવ થતાં જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી વરસાદ નું પાણી તરત જ પહાડો પરથી ઉતરી નદીમાં વહી જાય છે જેના કારણે શાંત દેખાતી નદીનાં વહેણ તેજ બની જતાં હોય છે.ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વરસાદના સમયે નદીમાં જવાની અથવા નદીનાં નીચાણવાળા વિસ્તારોમાં જવાની સખ્ત મનાઇ ફરવામાં આવી છે.પરંતુ આ બાળકો નદીમાં નાહવા જતાં આ બનાવ બન્યો હતો સદનસીબે આ બે બાળકોને તરતાં આવડતું હોવાથી તેઓનો ચમત્કારીક બચાવ થયો હતો અને ડાંગ જિલ્લાના બાળકોમાં હિમંત અને મનોબળ કેટલુ બધુ મજબુત છે તે લોકોને પણ જોવા મળ્યુ હતું..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application