તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલી નગરમાં ગાંધી રોડ સહિતના જાહેર માર્ગો પર યમદૂત સમાન અડિંગો જમાવી બેઠેલા પશુઓના કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યું અનુસાર ગાંધી રોડ ઉપર રાતના સમયે આશીયાના નગર પાસે અડીંગો જમાવી ને બેસી રહેતા ઢોરોનો ત્રાસ મુદ્દે સ્થાનિક કાેર્પાેરેટરને અનેક વાર રજુવાત કરવામાં આવી હોવાછતાં તેમના કાને સ્થાનિકોની રજુઆત સંભળાતી નથી.તે એક તપાસનો વિષય છે.બીજી બાજુ રસ્તાઓની વાત કરીએ તો ચોમાસામાં તંત્ર ની પોલ વરસાદ ખોલી નાખતો હોય એમ લાગે છે,રાહદારીઓએ રસ્તા પર પડેલ મસ મોટા ખાડાઓમાં રસ્તો શોધી પસાર થવું પડે છે વરસાદ રોકાય જાય ત્યાર બાદ રોડ રસ્તા પણ સુકાઈ જતા હોય છે ત્યારે પણ તંત્ર રોડ રસ્તાઓ ના સમારકામ માટે તસ્દી સુધ્ધાં લેતું નથી.જેને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application