વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:‘ગણપતિ બાપા મોરિયા,અગલે બરસ તુ જલદી આના’ ના નાદ સાથે, ગીરીમથક સાપુતારામાં ડી.જે. ના તાલે ગૌરી ગણેશજી નું વિસર્જન કરાયું.ડાંગ જિલ્લામાં વિવિઘ વિસ્તારોમાં ગણેશ ભકતો દ્વારા પોત પોતાના ઘરોમાં આસ્થાભેર નાની-મોટી વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરી અને પાંચ ક્યા તો છ દિવસ સુઘી દરરોજ પુજન અર્ચન કરી ગણેશ મહોત્સવની ઘામઘૂમ પૂર્વક ઉજવણી કરી હતી.ત્યારે આ મહોત્સવ દરમિયાન ગીરીમથક સાપુતારા માં સાતમા દિવસે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન કરવા ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલદી આના... ના નાદ સાથે ગણેશ મહોત્સવ અંતર્ગત સાર્વજનિક ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી.ગણપતિ અપને ગાંવ ચલે....કૈસે હમકો ચૈન પડે ના ડિજે ના તાલે સાપુતારા ના ગેણેશ ભક્તો સહિત સાપુતારા આવેલા પ્રવાસીઓ પણ વિસર્જન યાત્રામાં ઝુમી ઉઠયા હતા આ વિસર્જન યાત્રામાં સાપુતારા ના ગેણેશ ભક્તો માં સફેદ કુર્તા ની ફેશન જોવા મળી હતી અને ભક્તો એ કુર્તા પહેરીને ડીજેના તાલે નાચગાન સાથે જોવા મળ્યા હતા.અને ભક્તોએ ડીજેના તાલે નાચગાન કરી દૂંદાળાદેવને ભારે હૈયે વિદાય આપી હતી સાપુતારા ના નાગેશ્ચર મંદિર પાસેના નાના ચેક ડેમમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application