વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ અને આહવા માં મુસ્લિમ બિરાદરોએ કોમી એખલાસ ની સાથે મોહરમ પર્વ ની આસ્થા ભેર ઉજવણી કરી હતી.ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે કોમી એખલાસ ની સાથે મુસ્લિમ સમાજ એકત્રીત થઇ સત્ય અને અસત્યની લડાઈમાં ઈમામ હુસેન અને તેમના ૭ર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મ ની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી,જે સત્યની લડાઈમાં જુલ્મ,અત્યાચાર સામે ત્યાગ,બલિદાન આપી સમગ્ર દુનિયાને શાંતિ,શબ્રનાં પાઠ શીખવાડ નાર હઝરત ઇમામ હુશૈન તથા કરબલાનાં સૌ શહીદો ની સ્મુતિ માં વઘઇ નગર જુદા વિસ્તારો માં તમામ સમાજ ના લોકો ને ઠંડા પીણા દૂધ શરબત,તેમજ ખીચડા નું વિતરણ કરી મુસ્લિમ બિરાદરોએ પુણ્ય નુ ભાથુ બાંધી હર્ષોલ્લાસ સાથે મોહરમ પર્વ ની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ડાંગ ના ધારાસભ્ય મંગળ ગાવિત વઘઇ સરપંચ મોહન ભોયે સહિત હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતા નુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ જયારે આહવા ખાતે મોહરમ ની ઉજવણી પ્રસંગે નાના મોટા રંગબેરંગી રોશનીથી શણગારેલા તાજીયાનુ જુલુશ કાઢવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ ની સાથે હિન્દુ સમાજના લોકો પણ જોડાઇ ને નગર ના મુખ્ય માર્ગ જુલુસને ફેરવી ને બંધારા તળાવ ખાતે શાંતિ પુર્ણ માહોલમાં જૂલુસ ને સંપન્ન કરાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application