Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી-શેરૂલા રોડ ઉપર ભારે વાહન વ્યવહાર માટે બંધ કરાયા:પૂલો બનાવવાની કામગીરી એકાદ વર્ષ સુધી ચાલુ રહે તેવી સંભાવના

  • September 10, 2019 

તાપીમિત્ર ન્યુઝા,વ્યારાઃમાંડવી-શેરૂલા રોડ ઉપર ચાલી રહેલી નવા પૂલો બનાવવાની કામગીરીને ધ્યાને લઇને,આ માર્ગ ઉપર પ્રશાસને ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુક્યો છે.તાપીના નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.વહોનીયાના એક જાહેરનામા અનુસાર આ માર્ગ ઉપર ઠેક ઠેકાણે નવા પૂલો બનાવવાની કામગીરી ચાલી રહી છે,જે અંદાજે એકાદ વર્ષ સુધી ચાલુ રહે તેવી સંભાવના છે.જેને કારણે આ માર્ગ ઉપર ભારેથી અતિભારે વાહનોની અવરજવર ઉપર તા.૧ર/૯/ર૦૧૯ થી પ્રતિબંધ ફરમાવાયો છે.જેના વિકલ્પરૂપે પ્રશાસને કરેલી અન્ય વ્યવસ્થાનો ઉપયોગ કરવા પણ વાહનચાલકોને અનુરોધ કરાયો છે.જે મુજબ (૧) ફેદરીયા ચોકડી (ઘંટોલી)-માંડવી-તરસાડા (એન.એચ.પ૬)-વ્યારા-સોનગઢ-નવાપુર (એન.એચ.પ૩) કુલ પ૦ કિલોમીટર,(ર) નવાપુરથી ગુજરાત બોર્ડરે સોનગઢ-વ્યારા (એન.એચ.૫૩)-તરસાડા (એન.એચ.૫૬)-માંડવી-ફેદરીયા ચોકડી (ઘંટોલી) કુલ પ૦ કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ નિયત કરવામાં આવ્યો છે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલા લેવા સાથે,તેના અમલીકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારી/કર્મચારીઓને પણ ફરજ સોîપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application