તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૧રમી સપ્ટેમ્બરે યોજાનારી શ્રી ગણેશજીની મૂર્તિઓની વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિકના સરળ સંચાલન સાથે જાહેર જનતાને અવરજવર માટે કોઇ અડચણ ન પડે તે માટે,વ્યારા શહેરના કેટલાક માર્ગો સવારના ૧૧ વાગ્યાથી ગણેશ વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ કરાયા છે.જેની સામે પ્રશાસને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે,તેનો વાહન ચાલકો તથા પ્રજાજનોને લાભ લેવા જણાવાયું છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.બી.વહોનીયા દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર (૧) ગણપતિ વિસર્જન માટે સક્ષમ સત્તાધિકારીની મંજુરી મેળવેલી હોય તેવા વાહનો,(ર) જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરેલા અધિકારી,કર્મચારીઓ કે પોલીસ અધિકારીને વાહન સાથે ફરજ સોંપવામાં આવી હોય,(૩) સરકારી કામકાજ અર્થે જેમને તેમના ઉપરી અધિકારીઓએ ફરજના ભાગરૂપે વાહન લઇ જવાની પરવાનગી આપી હોય,તથા (૪) આવશ્યક સેવાઓ માટે નિયત કરાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.આ જાહેરનામાનો ભંગ કે અનાદર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે,તેમ પણ વધુમાં જણાવાયુ છે.
high light-વ્યારા શહેર માર્ગો કરાયા બંધ-જાણો ક્યા માર્ગનો ઉપયોગ કરી શકો છો...
(૧) જનક ચાર રસ્તાથી કાનપુરા,રામજી મંદિર,એસ.ઓ.જી.ચોકી તરફ આવતો માર્ગ બંધ કરાતા,આ માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો તથા પ્રજાજનો નેશનલ હાઇ વે નંબર-પ૩ થઇ,જુના પેટ્રોલ પંપથી સયાજીરાવ સર્કલ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.
(ર) ઉનાઇ નાકા તરફથી જુના બસ સ્ટોપ તરફ જતા માર્ગને સ્થાને,નેશનલ હાઇ વે નંબર-પ૩ થઇ,પેટ્રોલ પંપથી સયાજીરાવ સર્કલ
(૩) સયાજીરાવ સર્કલથી જુના બસ સ્ટોપ તરફ જતો માર્ગ બંધ કરી,તેના સ્થાને સયાજીરાવ સર્કલથી જુના પેટ્રોલ પંપ થઇ નેશનલ હાઇ વે નંબર-પ૩નો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application