નવી દિલ્હી:ભારતમાં નાના બાળકો સાથે દુષ્કર્મની ઘટના જે રીતે વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોક્સો એક્ટમાં ફેરફાર કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકાર છોકરાઓ સાથે થતા જાતીય શોષણને પણ પોક્સો કાયદા હેઠળ લાવવાની વિચારણા કરી રહી છે.
હાલમાં જ રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા વટહુકમ જારી કરવામાં આવ્યો હતો જેમાં ૧૨ વર્ષથી નાની વયની બાળાના દુષ્કર્મ કેસમાં મૃત્યુ દંડ સજા ફટકારવાની જાહેરાત કરવામાં આવી હતી.સરકાર બંને જાતિ પુરુષ અને સ્ત્રી માટે તટસ્થ કાયદો ઘડવા માંગે છે.જાતીય શોષણનો ભોગ બનનારા બાળકો માટે કેન્દ્ર સરકાર પોક્સો એક્ટ હેઠળ ફેરફાર કરવાનો પ્રસ્તાવ પણ રજુ કરી દીધો છે.કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ હાલમાં જ છોકરાઓ સાથે થતાં જાતીય શોષણ મામલે ઓન-લાઈન પીટીશનનો સમર્થન કર્યો હતો.આ પીટીશનમાં લખવામાં આવ્યું હતું કે,નાની વયના છોકરાઓ સાથે થતાં જાતીય શોષણને ભારતમાં અવગણમાં આવે છે.આ ઓન-લાઈન પીટીશનના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું કે,જાતીય શોષણનો ભોગ બનનારા છોકરાઓ મુદે અભ્યાસ કરવામાં આવશે.સામાન્ય રીતે જે છોકરાઓ જાતિય શોષણનો ભોગ બને છે તેવા કિસ્સા શરમ કે અન્ય કારણસર સામે આવતા નથી.આ એક ગંભીર સમસ્યા છે જેની નોઁધ લેવામાં આવશે.મેનકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે,સેપ્ટેમ્બર ૨૦૧૭માં આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર પંચને રજુઆત કરવામાં આવી હતી.આ મામલે ગત વર્ષ નવેમ્બરમાં કોન્ફરેન્સ યોજવામાં આવી હતી.આ કોન્ફેરેન્સમાં ચર્ચા-વિચારણા બાદ ભલામણ કરવામાં આવની હતી કે હાલના પોક્સો એક્ટમાં ફેરફાર કરવામાં આવે અને જાતીય શોષણનો ભોગ બનનારા છોકરાઓને વળતર આપવામાં આવે તેવી પણ દલીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application