તાપીમિત્ર ન્યુઝ,વ્યારાઃગુજરાતના પૂર્વિય પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા તાપી જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થતા તમામે તમામ સાત તાલુકાઓમાં વરસાદનો આંક સો ઇંચને આંબી ગયો છે.જિલ્લાના ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપી જિલ્લાના (૧) સોનગઢ તાલુકામાં સૌથી વધુ ૧૦૯ મી.મી. વરસાદ નાંધાયો છે.જેની સાથે સોનગઢ તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૮૦૦ મી.મી. નોંધાવા પામ્યો છે.જે તાલુકાની ૧૭૨૩ મી.મી.ની સરેરાશ કરતા વધુ હોઇ, અહીં ૧૦૪.૪૬ ટકા વરસાદ સરકારી દફ્તરે નોંધાયો છે. આ ઉપરાંત (ર) ડોલવણ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ૯૨ મી.મી.વરસાદ નોંધાતા અહીં મોસમનો કુલ વરસાદ ૧૬૮૪ મી.મી./૧૦૪.૨૧ ઇંચ (સરેરાશ ૧૬૧૬ મી.મી.), (૩) વાલોડ તાલુકામાં ૮૧ મી.મી. સાથે કુલ ૧૫૫૬ મી.મી./૧૦૭.૨૭ ઇંચ (સરેરાશ ૧૪૫૧ મી.મી.), (૪) વ્યારા તાલુકામાં ૭૯ મી.મી. સાથે ૧૭૨૭ મી.મી./૧૦૯.૨૩ ઇંચ (સરેરાશ ૧૫૮૧ મી.મી.), (પ) ઉચ્છલ તાલુકામાં ૨૪ મી.મી. સાથે ૧૨૭૦ મી.મી./૧૨૦.૩૬ ઇંચ (સરેરાશ ૧૦૫૫ મી.મી.), (૬) નિઝર તાલુકામાં ૨૦ મી.મી. સાથે ૧૨૩૮ મી.મી./૧૪૧.૮૧ ઇંચ (સરેરાશ ૮૭૩ મી.મી.), તથા (૭) કુકરમુંડા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૯ મી.મી. વરસાદ નોંધાતા અહીં મોસમનો કુલ વરસાદ ૧૧૨૬ મી.મી. એટલે કે ૧૨૮.૦૮ ઇંચ નોંધાવા પામ્યો છે.નિઝર તાલુકાનો સરેરાશ વરસાદ ૧૧૧૭ મી.મી.છે.સાથે ઉકાઇ ડેમ ખાતે ૧,૪૩,૮૦૮ ક્યુસેક પાણીની આવક સામે ૧,૧૨,૯૧૬ ક્યુસેક પાણીની જાવક રહેવા પામી છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500