તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:પત્રકારને દેશની ચોથી જાગીરનો દરજ્જો મળેલો છે.અને પત્રકારો એ સમાજમાં એક વિશ્વસનીયતા પાત્રતા ધરાવે છે,પરંતુ કેટલાક સમયથી પત્રકારત્વ જગતને લાંછનરૂપ અમુક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.જેમાં પીળા/બોગસ તેમજ લેભાગુ પત્રકારોના કારણે સમાજમાં રહેલા પ્રતિષ્ઠિત પત્રકારો/સ્ટ્રીંગરો/ફોટોગ્રાફરો બદનામ થઇ રહ્યા છે.જેને લઈ તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા આજરોજ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બોગસ અને લેભાગુ નકલી પત્રકારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે,તેમજ વિવિધ માંગણીઓને લઇ તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.તાપી જીલ્લામાં વાહનો ઉપર પ્રેસ લખીને ફરતા તમામ વાહનચાલકોની તપાસ થવી જોઈએ,કસુરવાર જણાય તો કાયદેસરની કાર્યવાહી થઇ જોઈએ,છેલ્લા એકાદ વર્ષમાં યેનકેન પ્રકારે માહિતી ખાતામાં નોંધાયેલ કેટલાક પત્રકારોના ભૂતકાળ ગુનાહિત હોવાનું ધ્યાનમાં આવ્યું છે.પત્રકારત્વ જોડે દુરદુર સુધી જેમનો કોઈ સબંધ નથી તેવા લેભાગુ પીળા પત્રકારોની તપાસ થવી જોઈએ તેમજ માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવતી પ્રેસનોટ માત્ર પ્રતિષ્ઠિત અને એક્ટીવ પત્રકારો/ફોટોગ્રાફરો અને સ્ટ્રીંગરોને સમયસર મળવી જોઈએ,સુરક્ષાને ધ્યાનમાં રાખી બોગસ પત્રકારોને આપવામાં આવતી પ્રેસનોટ બંદ કરવી સહિતના અનેક મુદ્દાઓ ઉપર તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના તમામ હોદ્દેદારો અને સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application