વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:ચીચીનાગાંવઠા રેંજમાં સમાવિષ્ટ ચિકાર બીટ ના કંપારમેન્ટ નં-૨૦૮ માં લાકડા ચોર વિરપ્પનોએ ફરજ પર ના ત્રણ વોચમેનો ને બંધક બનાવી સાગી લાકડા ની તસ્કરીનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.વન વિભાગ પાસે થી મળતી માહિતી મુજબ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમાં ચિકાર બીટ ના કંપારમેન્ટ નંબર-૨૦૮ માં સાગી લાકડા ચોરી કરવાનો મનસુબો રાખી ને લાકડા ચોર વિરપ્પનોએ વન વિભાગ ના ફરજ પર ત્રણ વોચમેન નો બંધક બનાવી સાગી લાકડા ચોરી ને અંજામ આપી રહયા હોવાની ઘટના બનાવ ની જાણ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન રક્ષક દિનેશ રબારી ને મળી હતી જે બાતમી ના આધારે ચીચીનાંગવઠા અને વઘઇ રેંજ ના વન કર્મીઓ તેમજ વઘઇ પોલીસ દ્વારા ચીકાર બીટના જંગલ વિસ્તારમાં તપાસ આરંભી હતી જે તપાસ દરમિયાન જંગલ વિસ્તાર માં સાગ ના તોતીંગ વૃક્ષો કાપેલી હાલત માં મળી આવ્યા હતા જયારે આ લાકડા ચોરી ને અંજામ આપતા લાકડા ચોર વિરપ્પનો વન વિભાગ ના હાથે ઝડપાઇ જવાની બીક ના કારણે લાકડા નાસી છુટવા માં સફળ રહયા હતા જયારે વન વિભાગ ની રેસ્કયુ ટીમે લાકડા વિરપ્પનો એ બંધક બનાવેલ વનકર્મીઓને તેમના ચુંગલ માથી મુકત કરાવ્યા બાદ ચીકાર કંપામેન્ટ નં-૨૦૮ જંગલ વિસ્તાર તપાસી લેતા જુદી જુદી જગ્યાએ સાગી વૃક્ષો કાપેલી હાલત માં મળી આવ્યા હતા જેમા સાગી ખુટ ૦૩ નંગ ૦૯ ઘન મીટર ૦૯૩૪ જેની બજાર કિંમત ૬૫૩૮૦/- નો કબજો મેળવી લાકડા ચોરી ને અંજામ આપનાર આરોપીઓને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ મુજબ નો ૨૬/૧ એફ ગુનો નોંધી ઝડપી પાડવા માટે ના વન વિભાગે ચક્રોગતિમાન કર્યા છે.
high light-લાકડાચોરીના ગુનામાં ભાગી છુટેલા આરોપીઓ.....
(1)શુક્રર મનસુ પવાર(2) અશ્વિન વિક્રમ પવાર(3) વિક્રમ મનસુ પવાર(4) સોનુ મનસુ પવાર (5) ફુલચંદ મનસુ પવાર(6) ગોમા મનસુ પવાર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application