વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ઉગા અને દહેર ગામમાં ગાંજાની ખેતી કરતા ખેડૂતોની બાતમી મળતા ગામના 3 વ્યક્તિઓની ગાંજો ઉગાડવાના આરોપમાં અટકાયત કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.પોલીસે એફ.એસ.એલની મદદથી ગાંજાના ૪૫૦ છોડ કબ્જે કર્યા છે.પોલીસને ઉગા અને દહેર ગામની સીમમાં ગાંજો વાવ્યો હોવાની બાતમી મળતાં તે અંગે તપાસ હાથ હતી ત્યાર બાદ બાતમી ના આધારે ગાંજાની ખેતી કરતા ખેડુતોને ત્યાં તપાસ કરતાં ગાંજા ના છોડ મળી આવ્યા હતા જેમને પોલીસે દબોચી લેતા ડાંગ જિલ્લા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે.રાજ્યમાં અનેક ઠેકાણે ગાંજાની ખેતીનું ચલણ વધતું જઈ રહ્યું છે ત્યારે ખેડૂતો સારા વળતરની લાલચે ગાંજો વાવી ગુનો કરી બેસે છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેતી કરનારાઓ જડીબુટ્ટીઓના જાણકાર હતા અને કોઈને ખબર ન પડે તેવી રીતે ગાંજો વાવ્યો હતો જેથી ખબર ના પડે એવી રીતે છોડ વાવ્યા હતા જે છોડ સાથે ખેડુતોને પોલીસે ઝડપી પાડતાં આગળ ની કાર્યવાહી પોલીસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application