વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:આઝાદ ભારતના મહાન કેળવણીકાર ભારત ના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદમા ૫મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.જોકે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું.બસ,ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે જેના ભાગ રૂપે વઘઇ ની તાલુકા શાળાના વિધાર્થી ઓએ ભાગ લઈ આચાર્ય શિક્ષકો તેમજ શાળાના સ્ટાફ ની જુદીજુદી ભૂમિકા ભજવી હતી.જેમા ડાંગ જિલ્લાના વિધાર્થીઓ શિક્ષકો અને શિક્ષિકા બની શાળાનું શૈક્ષણિક કાર્યને સફળતા પુર્વક પાર પાડયુ હતું જેમાં શિક્ષક બનેલા વિધાર્થીઓએ જુદા જુદા વિષયો દ્વારા પોતાના સાથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયત્નો કર્યો હતો જયારે આ પ્રસંગે શાળાના આચાર્યોએ તમામ અભ્યાસ કરતા વિધાર્થી બાળકોને શિક્ષક દિનનો મહિમાં સમજાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application