તાપીમિત્ર ન્યુઝ,નવસારી:રાજય સરકારે મહિલાઓની સુરક્ષા અને સ્થળ પર મદદ મળી રહે તે માટે નવા અભિગમ સાથે સ્તૃત્ય પગલું લીધું છે., હવે ૧૮૧ બટન દબાવવાથી મહિલાના સ્થળની માહિતી અને મદદ મળી રહેશે એમ ૧૮૧ નવસારી અભયમ ટીમ દ્વારા જણાવાયું છે.
ગુજરાતના કોઇપણ ખુણે મહિલાઓને મુશ્કેલી જણાય તો તરત જ આ નંબર પર સંપર્ક કરી શકે છે. મહિલાઓની આરોગ્યલક્ષી માહિતી પણ આ નંબર પર મળી રહેશે.જેના માટે સ્માર્ટ એન્ડ્રોઇડ ફોનમાં પ્લેસ્ટોરમાં જઇને, 181 abhayam help line મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ agree બટનથી રજીસ્ટ્રેશન કરી, મોબાઇલ નંબર, સરનામું, ફેમીલી મિત્રોના મોબાઇલ નંબર કે જેઓને તમે જાણ કરવા ઇચ્છતા હોય તેમની માહિતી આપવાની રહેશે. ત્યારબાદ જીપીએસ એકટીવ કરવાની પ્રક્રિયા શરૂ થશે. મુશ્કેલીના સમયે આ એપ્લીકેશન મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application