તાપીમિત્ર ન્યુઝ,સુરત,માંડવી:માંડવીનાં હરિયાલ ખાતે રહેતી મિરાબેન દીપકભાઈ વળવીનાએ તેમના વતન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના આક્કલકૂવા તાલુકાનાં સિંધુરી ગામે જવું હતું તેથી તેમણે તેના પતિ દીપકભાઈ વળવીને જણાવ્યુ હતું.દિપકભાઈએ જણાવ્યુ હતું કે,હાલમાં મારી પાસે રૂપિયા નથી એટીએમ મશીનમાં રૂપિયા કાઢી આપડે ગાડી પકડવા જાઇશું ત્યાં સુધી ઘણો સમય થઈ જશે આપણે આવતી કાલે ઘરે જઈશું તેમ કહેતા મીરાને મનમાં માઠું લાગી આવ્યું હતું. દિપક ઘરની બહાર ગયો હતો ત્યારે મિરા ઘરમાં એકલી હતી ત્યારે ઓઢણી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.બનાવ અંગે માંડવી પોલીસ મથકે બનાવ દાખલ કરી આગળની તપાસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application