તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ગુન્હેગારો હવે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે,પોલીસ પણ તેમને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ રહી છે.જેને લઈ વ્યારા ખાતે વિડોયો કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમના ગુન્હાનું ઇન્વેસ્ટીગેશન તથા ક્રાઇમ બાબતે લોક જાગૃતિ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પોલીસ ખાતાના તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી,ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ તા.૩જી સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ વિડોયો કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમના ગુન્હાનું ઇન્વેસ્ટીગેશન તથા સાયબર ક્રાઇમ મુદ્દે લોક જાગૃતિ માટે સેમીનાર યોજવા સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી એન.એન.ચૌધરી,પોલીસ અધિક્ષક,જી.તાપી નાઓએ તા.૫મી સપ્ટેમ્બર ૨૦૧૯ નારોજ વ્યારા ખાતે કાર્યરત જિલ્લા સેવા સદનમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના મીટીંગ હોલ ખાતે શ્રી સ્નેહલ એચ.વકેરીયા,સાયબર ક્રાઇમ,એક્ષપર્ટ એન્ડ ઇન્વેસ્ટીગેશન,લોયર નાઓની અધ્યક્ષતામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમીનારમાં જીલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રી,તમામ થાણા અમલદારશ્રીઓ તથા શાખા/બ્રાન્ચના પોલીસ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.યોજાયેલ સેમીનારમાં આઇ.ટી.એક્ટના ગુન્હાઓ,ચાઇલ્ડ પોનોગ્રાફી, એ.ટી.એમ.ફ્રોડ અને હેકીંગ ને લગતા સાયબર ક્રાઈમના ગુન્હાઓનું ઇન્વેસ્ટીગેશન તથા ગુન્હાની તપાસ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ અને લોક જાગૃતિ લાવવા માર્ગદશન પુરૂ પાડેલ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500