તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં પ્રતિ વર્ષની જેમ તા.૨/૦૯/૨૦૧૯ થી તા.૧૨/૦૯/૨૦૧૯ ગણેશોત્સવની ઉજવણી થનાર છે.આ તહેવાર નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું અને મૂર્તિઓનું વિસર્જન, સરઘસ તા.૧૨/૦૯/૨૦૧૯ ના રોજ નીકળનાર છે.આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો તરફથી મૂર્તિઓના કદ બાબતે ઉચાઇનું યોગ્ય ધોરણ જળવાઈ રહે અને વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય,ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સાવચેતીના પગલારૂપે જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ જરૂરી નિયંત્રણો મુકયા છે.આ જાહેરનામા અનુસાર તા.૧૩/૦૯/૨૦૧૯ સુધીમાં આ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.જે મુજબ ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની ૧૨ ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવા,વેચવા,સ્થાપના કરવા તથા જાહેરમાર્ગ ઉપર પરિવહન કરવા ઉપર (માટીની મૂર્તિઓનું વિસર્જન દરિયા,નદી,તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોમાં કરવાનું રહેશે.) ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૯ ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવા,વેચવા,સ્થાપના જાહેરમાર્ગ ઉપર પરિવહન કરવા અને દરિયા,નદી,તળાવ સહિત કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે.(પી.ઓ.પી.ની મૂર્તિ માટે તૈયાર કરવામાં આવતા કુત્રિમ રીતે બનાવેલા તળાવમાં વિસર્જન કરવાનું રહેશે.)મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે.તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી.ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વધેલી તથા ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહી.મૂર્તિઓની બનાવટ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે.ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલ યુક્ત રંગોથી મૂર્તિને કલર કરવો નહી.કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા,ખરીદવા તથા વેચવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનારને પણ આ બાબત લાગુ પડશે.ફાયબરની મૂર્તિ વિસર્જનના દિવસે અથવા ત્યારબાદ સરઘસરૂપે બહાર કાઢવી નહી.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500