તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૬,સપ્ટેમ્બરથી તાપી જિલ્લામાં રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે ખેલ-મહાકુંભ-૨૦૧૯નો શુભારંભ કરવામાં આવશે.જે મુજબ તા.૬ થી તા.૧૩મી,સપ્ટેમ્બર દરમિયાન તાલુકાકક્ષાની ચેસ,રસ્સાખેંચ,એથ્લેટિકસ,ખોખો,યોગાસન,વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધાઓ યોજાશે. નિયત કરેલા સ્થળોમાં વ્યારા તાલુકામાં ખુ.મુ.ગાંધી પ્રાથમિક શાળા-વ્યારા,ડૉલવણ તાલુકો વિવિધલક્ષી હાઇસ્કુલ-ડૉલવણ,સોનગઢ તાલુકો સાર્વજનિક હાઇસ્કુલ-સોનગઢ,વાલોડ તાલુકો સ.ગો.હાઇસ્કુલ-વાલોડ, ઉચ્છલ તાલુકો સાર્વજનિક હાઇસ્કુલ-ઉચ્છલ,નિઝર તાલુકો આર.જે.પટેલ હાઇસ્કુલ-નિઝર અને કુકરમુન્ડા તાલુકાની સ્પર્ધાઓ સરસ્વતી વિદ્યાલય કુરમુન્ડા ખાતે યોજાશે.જયારે જિલ્લા કક્ષાએ ફુટબોલ,સ્કેટિંગ, સ્વીમીંગ,બેડમિન્ટન,બાસ્કેટબોલ,ટેકવોનડો,જુડો,ટેબલટેનીસ,લોનટેનિસ,તીરંદાજી,હોકી,ચેસ,યોગાસન,કબડ્ડી,કુસ્તી,ખોખો,વોલિબોલ,શુટીંગબોલ,રસ્સાખેંચ,હેન્ડબોલ અને એથ્લેટિકસની સીધી સ્પર્ધાઓ તા. ૬/૦૯/૨૦૧૯ થી તા.૨૬/૦૯/૨૦૧૯ દરમિયાન યોજાશે.વધુ વિગતો ખેલ મહાકુંભની વેબસાઇટ www.khelmahakumbh.org ઉપર જોઇ શકાશે એમ જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા તરફથી જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500