તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને સરળતા રહે તેમજ ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર થાય તેવા આશયથી તા.૧ સપ્ટેમ્બરથી મતદારયાદી ચકાસણી અંગેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.તાપી જિલ્લામાં ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તેવા આશયથી મતદારી યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ભારતીય ચુંટણીપંચ દ્વારા તા.૧લી સપ્ટેમ્બરથી ૧૫મી ઓકટોમ્બર દરમિયાન મતદારો ઓનલાઈન ઘરે બેઠા મતદારયાદીમાં પોતાના કે પરિવારોજનોના નામોમાં રહેલી ભુલોને સરળતાથી સુધારા-વધારા કરી શકશે.આ માટે મતદારોએ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ ડાઉનલોડ કરીને ઓનલાઈન પોતાના વોટિગ કાર્ડમાં સુધારા વધારા કરી શકશે.ઓનલાઈન સુધારા માટે જરૂરી પુરાવા જેમકે, આધાર કાર્ડ, ડ્રાઈવીગ લાયસન્સ સાથે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો ૧૯૫૦ વોટર હેલ્પલાઈનનો ઉપયોગ કરીને તેમજ ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઈને પણ ચકાસણી કરી સુધારા-વધારા કરી શકાશે.આ કાર્યકમ અન્વયે કોઇપણ મતદાર તેમના ભારતીય પાસપોર્ટ,ડ્રાઇવીંગ લાયસન્સ,આધારકાર્ડ, રેશનકાર્ડ,સરકારી/અર્ધસરકારી કર્મચારી માટેનું ઓળખપત્ર,બેંક પાસબુક તેમજ ખેડૂત ઓળખપત્ર જેવા દસ્તાવેજો પૈકી કોઇપણ એક દસ્તાવેજના આધારે પોતાના અને પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ઓનલાઈન ચકાસણી કરી સુધારા વધારા કરીને પ્રમાણિકરણ કરી શકશે. બીએલઓ ઘરે ફરીને ઓનલાઈન ચકાસણી કરીને કામગીરી કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500