ઉત્તરપ્રદેશ:ઉત્તરપ્રદેશના લખીમપુરમાં નેશનલ હાઇવે ૨૪ પર ગમ્ખવાર અકસ્માત થયો તેમાં ૧૩ લોકોના મોત થયા છે.જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.પેસેન્જર ભરેલી ગાડી હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ઘૂસી ગઇ.જો કે અકસ્માતમાં બે વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે પરંતુ તેની માતાનું મોત થયું.શાહજહાંપુરથી સીતાપુર જઇ રહી હતી ત્યારે ગાડીમાં સવાર લોકોનો આ ગોઝારો અકસ્માત નડયો.વહેલી સવારે ૫ વાગ્યે લખમીપુર વિસ્તાર પરથી પસાર થયેલ કારે આગળ ઉભેલ ટ્રકને એવી જોરદાર ટક્કર મારી કે ૯ લોકોના તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા.જ્યારે સારવાર દરમ્યાન ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અકસ્માતના સાક્ષી ૫૦ વર્ષના સાબિર નિશાએ કહ્યું કે હાઇવે પર એક ટ્રક ઉભી હતી.તમામ લોકો લગભગ ઉંઘમાં હતા.કદાચ ડ્રાઇવરને ઝોકુ આવી ગયું તેમાં ગાડી ઉભેલી ટ્રકને ટકરાઇ.ત્યારબાદ મારી જ્યારે આંખો ખુલી તો હું હોસ્પિટલમાં હતો.તેમણે કહ્યું કે મારી સાથે મારા દીકરાની વહુ અને બે વર્ષની પૌત્રી અને એક ૧૨ વર્ષનો પૌત્ર હતો.પૌત્ર અને પૌત્રી તો છે પરંતુ વહુ દેખાઇ રહી નથી.અમે લોકો મુઝફ્ફરનગરથી સીતાપુર જઇ રહ્યા હતા.પ્રત્યક્ષદર્શીના મતે ૨ વર્ષની માસૂમ બાળકી માતાના ખોળામાં હોવાથી તેનો જીવ બચી ગયો.જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે દીકરી માતાન ખોળામાં હતી. આ અકસ્માતના સમયે માતાએ દીકરીને દબાવી રાખી હતી.તેના લીધે તેને ઓછી ઇજા પહોંચી છે.માતાનું અકસ્માતમાં દર્દનાક મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application