તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા તાપી જિલ્લાના વ્યારા,સોનગઢ અને ઉચ્છલ તાલુકાના ૧૦ ગામોમાં તા.૩-૯-૨૦૧૯ થી તા.૧૦-૯-૨૦૧૯ સુધી વિવિધ યોજનાકિય કામોની મોનીટરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત નેશનલ લેવલ મોનીટરીંગ સમિતીના સભ્ય મનોજ દિક્ષિત અને શૈલેષ કુમાર દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળની મનરેગા,દિન દયાળ અંત્યોદય યોજના,નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન,દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,નેશનલ સોશ્યલ આસીસ્ટંટ પ્રોગ્રામ,પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના,ડિજિટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કરવામાં આવેલ કામોની સ્થળ ચકાસણી તથા ગ્રામ પંચાયતના વેરીફિકેશનની કામગીરી કરવામાં આવશે.આ અંગે મોનીટરીંગ સમિતીના અધ્યક્ષ મનોજ દિક્ષિતે તા.૦૩-૦૯-૧૯ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સી ખાતે જિલ્લાકક્ષાના તમામ અમલીકરણ અધિકારીઓની બેઠક યોજવા ઉપરાંત આગામી દિવસોમાં તાલુકા કક્ષાની મીટીંગ પણ યોજવામાં આવનાર છે.જેમાં સબંધિત અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીને હાજર રાખવાની સુચના આપી હતી.કમિટી દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત દરમ્યાન કામોની સ્થળ ચકાસણી કરી રેકર્ડની પણ ચકાસણી હાથ ધરવામાં આવનાર છે.વધુમાં તા.૬-૯-૨૦૧૯ ના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ કલાકે,સર્કિટ હાઉસ,વ્યારા ખાતે ગ્રામ્ય લોકો આ યોજનાઓને લગતી ફરિયાદોની રજૂઆત કરી શકશે.
high light-તા.૬ઠ્ઠી ના રોજ વ્યારા સર્કીટ હાઉસ ખાતે સમિતીને યોજનાઓને લગતી ફરિયાદોની રજૂઆત કરી શકાશે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500