શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ, માંડવી:આદિવાસી સમાજ ને એક ટાંકણે બાંધનારા અને સમાજ માટે હરહંમેશ કંઈ કરી છુટનારા તેમજ ભાજપના દિગ્ગજ નેતા એવા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મંહામંત્રી મહેશભાઈ વસાવાજી ની જન્મ જયંતી છેલ્લા ધણા વર્ષથી એમના ચાહકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ઉજવવામાં આવે છે.તારીખ ચોથી સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ સવારે વસાવા જી ના ચાહકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.માંડવી ટાઉન માં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફુટ વિતરણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું ત્યારબાદ તેજસ આંખ ની હોસ્પિટલમાં રહેતા અંધ બાળકોની મુલાકાત લઈ બાળકો સાથે કેક કાપી હતી.તેમજ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાયો હતો આજના યુગમાં લોકો પોતાની જન્મ દિવસ ની ઉજવણી ડીજે વગાડી,મિત્રો મંડળ સાથે દારૂની મહેફિલ માણી પાર્ટીમાં લાખો રૂપિયા નો ધૂમાડો કરતા હોય છે. ત્યારે આદિવાસી સમાજમાં મોટા થઈને સમાજ માટે હરહંમેશા વિચાર શિલ રહી ડગલે ને પગલે આદિવાસી સમાજ ને ઉંચે લાવનાર એવાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંહામંત્રી મહેશભાઈ વસાવાજી ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી તે લોકો માટે જીવન દાન સાબીત થશે એમ ના ચાહકોએ ખુબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું છે.બીજેપી નેતા મહેશ વસાવા પાર્ટીમાં દિગ્ગજ નેતા તરીકે લોક લાડીલા છે.બ્લડ ડોનેશન કેમ્પમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ ડો.આશિષ ઉપાધ્યાય,નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી.સુરત જીલ્લા યુવા મંત્રી જીગ્નેશ સોલંકી (રાજા) ઉધોગ પ્રતિ નલિનભાઈ શાહ,નગરપાલિકા ના સભ્યો મહેશભાઈ ઢિમર,સ્નેહલ મોઢેરા,પારૂલબેન સાગઢીયા,સારદાબેન ગામીત,નિતિન ભાઈ શુકલ. ઉપેન્દ્ર (પપુ) ખેંગાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application