જગદીશ સોની દ્વારા તાપીમિત્ર ન્યુઝ, બનાસકાંઠા:ચુવાળ પંથકમાં જગ જગતજનની મા ચેહરના ધામે દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પુનમે પગપાળા દર્શનાર્થે જાય છે.આ વર્ષે દિયોદર તાલુકાના દેલવાડા ગામેથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતું દિયોદરના દેલવાડાથી મરતોલી ચેહરમાતાજીના ધામે કેશરભવાની યુવક મંડળના સભ્યોએ શનિવારના રોજ પગપાળા સંઘ લઈ પ્રસ્થાન કર્યું હતું.અને ચેહરમાતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ સંઘમાં ભારમલભાઈમિસ્ત્રી,અલ્કેશભાઈ જોશી સરપંચ,અલ્કેશભાઇ જોશી પત્રકાર,ભરતભાઈ જોશી,હરગોવનભાઈ જોશી,ભરતભાઈ દવે દેવરાજભાઈ જોશી,સહિતના યુવાનો પગપાળા સંઘમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application