જગદીશ સોની દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,બનાસકાંઠા-દિયોદર:દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.દિયોદરમાં ગણપતિ બાપા ના મંદિરે સવારે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દિયોદર ગણપતિ મંદિર ખાતે થી દિયોદર રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળવામાં આવી હતી.જો.કે આ શોભાયાત્રા માં ઘોડા,વેશભૂષા,મટકી ફોડ, ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપા ની આરતી તેમજ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આઝાદ ચોક ખાતે મૂર્તિ નું સ્થાપન કરવા માં આવશે અને સાત દિવસ સુધી રંગા રંગ કાર્યક્રમ પણ યોજાશે.આ સંપૂર્ણ આયોજન શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.જો.કે.આ ગણેશ મહોત્સવ-૨૦૧૯માં દિયોદરના વિવિધ સામાજિક સંગઠનો અને નગરજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.જેમાં દિયોદર ના વિવિધ મંડળો સહિત તમામ મહિલા મંડળો અને ગ્રામજનોનો સહયોગ સાંપડી રહ્યો છે.જો કે ગણેશ મહોત્સવ માં દિયોદર લાયન્સ કલબ પરિવાર દ્વારા ઠંડા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application