ભાવનગર:ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં 'આસાન' વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ ત્રણ માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી.ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો.બનાવની જાણ થતાં ડીઆઇજી,એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ નવી પોલીસ લાઇનમાં રહેતો પોલીસ જવાન સુખદેવ શિયાળ પોતાના ઘરે હતો,ત્યારે કોઈ કારણસર આવેશમાં આવી જઇ પોતાના સગા ત્રણ માસૂમ પુત્રો ખુશાલ,ઉદ્ધવ,મનોનીતની તીક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી હત્યા કરી હતી.ત્યાર બાદ આરોપી જવાન પોલીસ તાબે થઈ ગયો હતો હાલ તે પોલીએ કસ્ટડીમાં છે. હત્યામાં વપરાયેલ હથિયાર ત્યાં જ છોડી દીધુ હતું.પોલીસના જણાવ્યા મુજબ ઘર કંકાસના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવની જાણ થતાં ડી આઇ જી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડ,સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.નામ સુખદેવ પણ કામ રાક્ષસને શરમાવે તેવું.પોતાના સગા 3 માસૂમ પુત્રોની હત્યા કરી નાંખનાર પોલીસ જવાન સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.
high light-ત્રણ માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી.ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application