ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં થયેલ ટનલ એક્સિડન્ટને લગભગ 150 કલાકો વીતી ચૂક્યા છે. ટનલની અંદર 41 શ્રમિકો ફસાયેલા છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ અંદર ફસાયેલ લોકોની હિંમત હવે જવાબ આપી રહી છે. તો, બહાર પોતાના પરિજનોની સુરક્ષાની કામના કરી રહેલા ફસાયેલા શ્રમિકોના પરિજનો પણ અત્યંત ચિંતિત છે. પરિવારના સભ્યોને રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી તો આપવામાં આવી રહી છે પરંતુ કોઈ એ કહેતું નથી કે અંદર ફસાયેલા લોકો આખરે ક્યારે બહાર આવશે?
બિહારન એક શ્રમિક સુશીલ શર્મા પણ ટનલની અંદર ફસાયેલા છે અને બહાર તેમના મોટા ભાઈ હરિદ્વાર શર્મા તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા સાથે વાત કરતાં હરિદ્વાર શર્માએ જણાવ્યું કે, “મારો નાનો ભાઈ ટનલની અંદર ફસાયેલો છે. આજે સાત દિવસ થઈ ગયા છે, કંપની અને સરકાર કઈ કરતી હોય તેવું નથી દેખાતું. મે આજે મારા ભાઈ સાથે વાત કરી, તેણે કહ્યું છે કે અમારી હિંમત હવે જવાબ આપી રહી છે. અંદર સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સહન કરવાની પણ એક હદ હોય….”
હરિદ્વાર શર્માએ જણાવ્યું કે શ્રમિક જે કંપનીન કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા હતા તે પણ કોઈ જવાબ નથી આપી રહી. તેમણે કહ્યું કે કંપનીના લોકો કહે છે કે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમનો દાવો છે કે છેલ્લા 24 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન અટકી ગયું છે અને કોઈ નવી મશીન પણ નથી આવી. અમને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે મશીન આવી રહી છે. પરંતુ, મશીન ક્યારે આવશે? કઈ ખબર નથી. અમને ચિંતા થઈ રહી છે કે આખરે અંદર ફસાયેલા લોકોનું શું થશે?
પરિજનોએ જણાવ્યું કે, ‘સવારે ભાઈ સાથે વાત થઈ, તો તેણે જણાવ્યું છે કે હજુ સુધી તો બધુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતિ સતત બગડી રહી છે. અન્ય લોકો અંગે પણ જણાવ્યું કે તેઓ પણ ઠીક છે. અમે અમારા ઘરના લોકોને પણ સતત આશ્વાસન આપી રહ્યા છીએ કે આજે બહાર આવી જશે, કાલે બહાર આવી જશે... તેઓ પણ ચિંતિત છે. અહી, રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલી ટીમ એક જ જગ્યાએ ડ્રિલ કરી રહી છે, શું તેનો બીજો કોઈ વિકલ્પ હોય શકે?
નિર્માણાધીન સિલક્યારા ટનલમાં કાટમાળને ભેદીને શ્રમિકો સુધી પહોંચવાનો રસ્તો બનાવવાન કાર્યમાં ફરી અડચણ આવતા છેલ્લા 6 દિવસથી ટનલમાં ફસાયેલા તે 40 શ્રમિકોને બહાર આવવા માટે વધુ રાહ જોવી પડી રહી છે. શનિવારે સવારે ઉત્તરકાશી જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ ટનલમાં ડ્રિલિંગનું કામ હાલ રોકાયેલું છે.12 નવેમ્બરની સવારે થયેલ દુર્ઘટના બાદથી સતત ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનની જાણકારી આપતા નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ન ડાયરેક્ટર અંશુ મનીષ ખાલકોએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે કાટમાળમાં ડ્રિલિંગ કરીને 6 મીટર લાંબા ચાર પાઇપ નાખવામાં આવ્યા છે જ્યારે પાંચમો પાઇપ નાખવાની કામગીરી ચાલુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500