Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરનાં ઉદ્યોગ ભવન ખાતે 15 વર્ષ અગાઉ રૂપિયા 30ની લાંચ લેતાં પકડાયેલ નાણાં નિગમનાં તત્કાલીન કર્મચારીને 3 વર્ષની સજા

  • June 22, 2024 

ગાંધીનગર શહેરના ઉદ્યોગ ભવન ખાતે 15 વર્ષ અગાઉ 30 રૂપિયાની લાંચ લેતા પકડાયેલા નાણા નિગમના તત્કાલીન કર્મચારી સામે એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ ગાંધીનગર ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહી રાખીને કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને દસ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ ખાતે રહેતા રહીશના મિત્રએ મિનરલ વોટરની ફેક્ટરી શરૂ કરી હતી અને તે માટે ગુજરાતના નાણાં નિગમમાંથી 22  લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન સામે બાંહેધરી તરીકે પાંચ લાખ ડિપોઝિટ તરીકે ફ્લેટ ગીરવે મૂક્યો હતો.


દરમિયાનના મિત્રને એક્સિડન્ટ થતા ફેક્ટરી બંધ થઈ ગઈ હતી અને લોન ભરપાઈ નહીં કરી શકતા નાણા નિગમ દ્વારા ફેક્ટરી અને ફ્લેટને સીલ મારી દેવામાં આવ્યું હતું. જે માટે ફેક્ટરીની હરાજી કરીને નિગમ દ્વારા સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે ફ્લેટનો કબજો સોંપવા અને નો ડયુ સર્ટી આપવા માટે નિગમમાં કામ કરતા તત્કાલીન કર્મચારી રમેશચંદ્ર કાંતિલાલ પટેલ દ્વારા એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી ત્યારે શરૃઆતમાં 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના 30 હજાર રૂપિયા આપવાના હતા.


ત્યારે એ.સી.બી.ને જાણ કરવામાં આવી હતી અને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. જે સંદર્ભે ગાંધીનગર એસીબીમાં ગુનો દાખલ થયો હતો ત્યારે આ કેસ ગાંધીનગર ડીસ્ટ્રીક એન્ડ સેસન જજ એચ.એન ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જે સરકારી વકીલ પ્રિતેશ ડી વ્યાસ દ્વારા 14 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને આઠ સાહેદને પણ તપાસ કરી લાંચની આ પ્રવૃત્તિ ડામવા માટે સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા કરવા માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને કોર્ટ દ્વારા આરોપી રમેશચંદ્ર પટેલને ત્રણ વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application