Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નડિયાદમાં જુગાર રમતા ૧૫ જુગારીઓ ઝડપાયા

  • August 12, 2024 

ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમમાં, મલિયાતજ, ભૂમેલના ઈચ્છાપુરા તેમજ પીજમાં જુગાર રમતા ૧૫ જુગારીયાઓને ઝડપી લઈ પોલીસે કુલ રૂપિયા ૪૧,૮૯૦/-ની રોકડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ પશ્ચિમમાં ઇન્દિરાનગરી દશામાના મંદિર સામે પોલીસે રેડ પાડી ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા દિલીપ ઉર્ફે પપ્પુ દેવીપુજક, રમેશ ઉર્ફે ભયો કનુભાઈ તળપદા, જશવંત મણીભાઈ તળપદા તેમજ ચેતન ઉર્ફે તિલિયો અમરતભાઈ તળપદને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂપિયા ૧,૭૩૦ સાથે ઝડપી પાડયા હતા. બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


બીજા બનાવમાં વસો તાલુકાના મલિયતાજ ભાટના કુવા ખેતરમાં જુગાર રમાતો હતો. જ્યાં પોલીસે રેડ પાડી પત્તા પાનાનો જુગાર રમતા વિક્રમ ચંદુભાઈ વાઘેલા તેમજ અર્જુન ઉર્ફે બોટલ રમણભાઈ ચૌહાણને રોકડ રૂપિયા ૧૬,૬૦૦ સાથે ઝડપી પાડયા હતા. બનાવ અંગે એલ.સી.બી. ખેડાની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ભૂમેલ ઈચ્છાપુરામાં જુગાર રમતા અરવિંદભાઈ ચંદુભાઈ પરમાર, ઉપેન્દ્ર શંકરભાઈ ચૌહાણ, વિરોજ રમેશભાઈ ગોહેલ, નિમેશ રમેશભાઈ પરમાર, અહેસાન સાબિર ખાન પઠાણ તેમજ ટીનાભાઇ અરવિંદભાઈ ગોહિલને જુગાર રમતા ઝડપી લઈ વડતાલ પોલીસે રોકડ રૂપિયા ૨૧,૭૦૦ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.


ઉપરાંત વસો પોલીસે પીજ કાલકા મંદિર સામે ખુલ્લામાં રમાતા જુગાર ઉપર રેડ પાડી જુગારી ચિરાગ સુરેશભાઈ પટેલ, સુનિલ ખોડાભાઈ વાઘેલા તેમજ વિષ્ણુભાઈ ભાઈલાલ ગોહેલને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂપિયા ૧,૮૬૦ સાથે ઝડપી પાડયા હતા. બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application