Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝરની ભરતી માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરાયું

  • August 31, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે એસ.એસ.સી.આઈ. (સિક્યોરીટી સ્કીલ કાઉન્સીલ ઈન્ડિયા લિમિટેડ) માણસા જી.ગાંધીનગર દ્વારા સુરક્ષા ગાર્ડ તથા સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે તાપી જિલ્લામાં તા.૦૩-૦૯-૧૯ થી તા.૦૮-૦૯-૧૯ દરમિયાન સિક્યુરીટી ટ્રેનીંગ માટે રજીસ્ટ્રેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લામાં રજીસ્ટ્રેશન માટે નિયત કરેલા સ્થળોમાં નિઝર તાલુકામાં તા.૦૩-૦૯-૧૯ના રોજ આર.જી.પટેલ વિદ્યાલય-નિઝર,ઉચ્છલ તાલુકામાં તા.૦૪-૦૯-૧૯ સાર્વજનિક હાઇસ્કુલ-ઉચ્છલ,કુકરમુંડા તાલુકામાં તા.૦૫-૦૯-૧૯ સરસ્વતી વિદ્યાલય-કુરમુન્ડા, સોનગઢ તાલુકામાં તા.૦૬-૦૯-૧૯ સાર્વજનિક હાઇસ્કુલ-સોનગઢ,વાલોડ તાલુકામાં તા.૦૭-૦૯-૧૯ સ.ગો.હાઇસ્કુલ-વાલોડ તથા વ્યારા તાલુકામાં તા.૦૮-૦૯-૧૯ ના રોજ જે.બી.& એસ.એ.સાર્વજનિક હાઈસ્કૂલ-વ્યારા ખાતે સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૭.૦૦ કલાક સુધી યોજાશે.ઉંમર અને શૈક્ષણિક લાયકાતમાં સુરક્ષા ગાર્ડ માટે ૨૦ થી ૩૫ વર્ષ,શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ/નાપાસ,ઉંચાઈ ૧૬૮ સે.મી. વજન ૫૨ કિ.ગ્રા. સરકારી નિયમોનુસાર પગાર રૂપિયા ૧૦૦૦૦ થી ૧૪૦૦૦ તથા સુપરવાઝર માટે ૨૧ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ધો.૧૨ પાસ/બી.એ. ઉંચાઈ ૧૭૦ સે.મી.,સરકારી નિયમોનુસાર પગાર રૂપિયા ૧૪૦૦૦ થી ૧૬૦૦૦ રહેશે.ભરતી થયેલ ઉમેદવારોને ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે બેંક,એ.ટી.એમ.,મોલ,હોટલ,મધર/અમૂલ ડેરી,ઉદ્યોગ,એરપોર્ટ,કંપની,ઈફકો,કુતુમ્બમીનાર,તાજમહલ,પૌરાણિક સ્થળ,રાણીની વાવ-પાટણ જેવા સ્થળોએ માસિક વેતન પર રાખવામાં આવશે.ભરતી થવા ઈચ્છુક ઉમેદવારોએ ઉપરોક્ત તારીખ/સ્થળે જરૂરી તમામ પ્રમાણપત્રો બે ફોટા, આધારકાર્ડની નકલ તથા લીવીંગ સર્ટીફિકેટ લઈને આવવાનું રહેશે.આ અંગે વધુ માહિતી માટે સુપરવાઈઝર મોઈનભાઈ-૬૩૫૩૬૪૮૪૪૯ મો.નં.પર સંપર્ક કરવા કમાન્ડર એસ.એસ.સી.આઈ.માણસાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application