તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૮મી માર્ચ-૨૦૧૮ના રોજ શરૂ કરવામાં આવેલ પોષણ અભિયાન અંતર્ગત લોકોમાં જનજાગૃતિ કેળવવા માટે ગત વર્ષે સપ્ટેમ્બર માસને રાષ્ટ્રિય પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જે સંદર્ભે તાપી જિલ્લામાં આગામી તારીખ ૧ થી ૩૦, સપ્ટેમ્બર-૨૦૧૯ દરમિયાન રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી કરવામાં આવનાર છે.પોષણ માસની ઉજવણી સુવ્યવસ્થિત અને વ્યાપક રીતે થાય તેના આયોજન અંગે વ્યારા ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલે કેન્દ્ર સરકારના પોષણ માસ ઉજવણી કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કૂપોષણ અને કૂપોષણની ગંભીર આડઅસરો અંગે વિગતે જાણકારી આપી હતી. કૂપોષણને નાથવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ માસ કાર્યક્રમ દ્વારા આપણે જન આંદોલન પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરી સમગ્ર તાપી જિલ્લામાં પોષણ અને આરોગ્યની સેવાઓ પુરી પાડવા વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પંહોચવાનો છે.વ્યાપક પ્રમાણમાં લોકો જોડાય તે માટે વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવાની જરૂરીયાત પર ભાર મુકી આ ઉજવણીનો ઉદ્દેશ સાર્થક થાય તે હેતુ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી સુપેરે નિભાવવા સંલગ્ન અધિકારીઓને જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા.બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રિય પોષણ માસ ઉજવણીના સંદર્ભે આઇ.સી.ડી.એસ ના પ્રોગ્રામ ઓફિસરએ સમગ્ર તાપી જિલ્લામાં પોષણ માસમાં પાંચ જરૂરી ઘટકોમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ,અનેમિયા,ઝાડા નિયંત્રણ,હેન્ડ વોશ અને સેનિટેશન અને પોષ્ટિક આહાર પર વિશેષ ભાર મુકવામાં આવશે,તેમ જણાવી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેન્શનથી જિલ્લામાં કૂપોષણની વર્તમાન પરિસ્થિતિ,તેને નાથવા માટે તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ તથા પોષણ માસ ઉજવણી અંતર્ગત કરવામાં આવનારી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application