તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY)અમલમાં મુકવામાં આવી છે.આ PM-KMYયોજના હેઠળ નાના અને સીમાંત ૧૮ થી ૪૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ખેડૂતો જોડાઇ શકે છે.તેઓ જ્યારે ૬૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓને માસિક રૂ.૩ હજારનું પેન્શન મળવાપાત્ર થશે.આ યોજના હેઠળ જોડાનાર ખેડૂતની ઉંમર અનુસાર રૂ.૫૫ થી લઇ ૨૦૦ સુધીનું માસિક પ્રીમિયમ ફાળો ખેડૂતે ભરવાનો થશે અને તેટલુ જ પ્રીમિયમ સરકાર ફાળારૂપે વીમા કંપનીને ભરશે. રજીસ્ટ્રેશન કરવા માટે નાના અને સીમાંત ખેડૂતોએ આ યોજનામાં જોડાવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ બાબતે તા.૩૦ અને ૩૧ ઓગષ્ટ-૨૦૧૯ ના રોજ તમામ તાલુકા મથકે ખાસ ઝુંબેશના રૂપે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં વ્યારા ખાતે જીએનએફસી ઓફિસ બસ સ્ટેન્ડની પાછળ,વાલોડ એપીએમસી ખાતે,ડોલવણ એબીસી સેન્ટર જીઈબી ઓફિસની બાજુમાં,સોનગઢ જલારામ ઝેરોક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં,ઉચ્છલ દિપ કોમ્પ્યુટર્સ બસ સ્ટેન્ડની બાજુમાં,નિઝર સસ્તા અનાજની દુકાન બસ સ્ટેન્ડની બાજુમાં,કુકરમુંડા ખાતે સસ્તા અનાજની દુકાન બસ સ્ટેન્ડની બાજુમાં સવારે ૯ થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી રૂબરૂમાં પોતાની નોંધણી કરાવી વીમા યોજનાનો કાર્ડ સ્થળ પર મેળવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application