તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:પુત્રવધુએ સાસુને ઘરની બહાર કાઢી મૂકી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જોકે સમગ્ર બાબતે વ્યારા સ્થિત મહિલા હેલ્પલાઇનની ટીમને જાણકારી મળતા સ્થળ પર ઉપર પહોંચી વિધવા સાસુ સાથે વાતચીત કરી તેમના ઘરે રાખવા માટે પુત્રવધુને સમજાવવામાં સફળ રહ્યા હતાં.
વ્યારાના બાલપુર ગામ માંથી એક વ્યક્તિએ મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવ્યું હતું કે,એક અજાણી વૃધ્ધા અહીં બેઠા છે જેઓ ને મદદ કરવા અપીલ કરી હતી.મળતી માહિતી અનુસાર સ્થળ ઉપર પહોચેલી વ્યારા સ્થિત 181-અભયમ ટીમ દ્વારા સમગ્ર બાબતે સચોટ માહિતી મેળવી હતી,અંદાજે 65 વર્ષ ની વૃદ્ધા પોતાના પતિ નું અવસાન થતા દિકરા વહુ ની સાથે રહેતા હતા તેમના દિકરા ને પણ બે બાળકો છેએક વર્ષ પહેલા તેમના દિકરા નું બીમારી મા અવસાન થતા સાસુ વહુ અને તેમના પૌત્ર સાથે રહેતા હતા.સાસુ અત્યાર સુધી મજૂરી કામ કરતા અને ઘર કામ પણ કરતા હતા પરંતું છેલ્લા કેટલાય સમય થી તેમની પણ તબીયત બગડતાં અને ઉમ્મર વધતા તેઓથી હવે પહેલા જેવું કામ થતું ના હોય,જેથી તેમના વહુ તેઓની સાથે અપમાનજનક વર્તન કરતા હતા અને તેમની કોઈ કાળજી લેતા ના હતા,બે દિવસ પહેલા તેઓ કોઈ કામ કરતા નથી જે બાબત ને લઈ ને ઝગડો થયો હોય પુત્ર વધુ ને તેમના વૃદ્ધ સાસુ હવે બોજારૂપ લગતા હતા જેથી તેઓ ને ઘર માંથી કાઢી મુક્યા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી તેઓ ફરતા ફરતા નજીક ના ગામ માં પહોંચી ગયા હતા અને ભુખ તરસ થી પીડાતા સંતાબાને કોઈ વ્યક્તિ એ ચા-નાસ્તો કરાવ્યો હતો આખો દિવસ બેસી રહેલા સંતાબા ને દુકાનદારે પૂછતાં તેઓ કોઈ વાત કરતા ના હતા અને રડતા હતા જેથી મદદ કરવા તેઓએ 181-અભયમ મહિલા હેલ્પલાઇન ને જાણ કરી હતી.અભયમ ટીમ ઘ્વારા તેઓ ને આત્મીયતા થી પૂછતાં તેઓએ પોતાની આપવીતી જણાવી હતી જેથી અભયમ ટીમ તેઓને તેમના ઘરે લઈ જઈ તેમના પુત્રવધુ સાથે વાતચીત કરી હતી શરૂઆત મા તેમના પુત્રવધુએ તેમના સાસુ ને પોતાની સાથે રાખવા અસંમતિ બતાવી હતી જેથી અભયમ ટીમ તેમને શાંતિ થી સમજાવ્યા હતા કે,આવી ઉંમર મા તેઓ ક્યાં રહેવા જાય આ ઉપરાંત તેમને પોતાના પતિનું મકાન અને જમીન છે જે તેમના વારસ છે તેઓ ઈચ્છે તો તેને વેચી ને પોતાનું ગુજરાન ચાલવી શકે તેમ છે જેથી કરી આપના માટે સારું એ છે કે,તમારા સાસુ ને સાથે રાખો અને તેમની કાળજી પણ લેશો,આમ તેઓ ને વિગતવાર સમજાવતા તેઓ પોતાના સાસુ ને સાથે રાખવા તૈયાર થયા હતા.આમ એક વૃધ્ધા ને અભયમ ટીમ ઘ્વારા મદદ પહોંચાડી હતી.
high light-સાસુ અત્યાર સુધી મજૂરી કામ કરતા અને ઘર કામ પણ કરતા હતા પરંતું છેલ્લા કેટલાય સમય થી તેમની પણ તબીયત બગડતાં અને ઉમ્મર વધતા તેઓથી હવે પહેલા જેવું કામ થતું ના હોય,જેથી તેમના વહુ તેઓની સાથે અપમાનજનક વર્તન કરતા હતા અને તેમની કોઈ કાળજી લેતા ના હતા,
high light-પુત્રવધુએ તેમના સાસુ ને પોતાની સાથે રાખવા અસંમતિ બતાવી હતી જેથી અભયમ ટીમ તેમને શાંતિ થી સમજાવ્યા હતા કે,આવી ઉંમર મા તેઓ ક્યાં રહેવા જાય આ ઉપરાંત તેમને પોતાના પતિનું મકાન અને જમીન છે જે તેમના વારસ છે તેઓ ઈચ્છે તો તેને વેચી ને પોતાનું ગુજરાન ચાલવી શકે તેમ છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500